________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
પ્રવચન નં-૮ જેમ ઉષ્ણતામાં પાણી વ્યાપક નથી, ફેલાતું નથી, પ્રસરતું નથી, એમ માયા-કપટ મિશ્ર પરિણામ થયાને તિર્યંચની પર્યાયમાં, ભૂતકાળમાં મારો ચેતન આત્મા એમાં વ્યાપતો નથી. મને આળ દઈશમાં “હું તો ત્રણેકાળ અકર્તા છું.” ભૂતકાળમાં માયા-કપટના ખેલ તમે કર્યા છે? કહે>મેં નથી કર્યા. (પ્રશ્ન) તમે જુઠું બોલો છો? “ના”, હું સાચું બોલું છું. હું ક્યાં ઉભો રહીને કહું છું એ તને ખબર નથી. તું પર્યાયની સામે જોઈને કહે છે કે તમે જૂકી. અમે દ્રવ્યની સામે જોઈને કહીએ છીએ કે અમે સાચા છીએ. જોવા જવાની દૃષ્ટિમાં મોટો ફેર છે. “પકડ પકડમેં ફેર હૈ.”
મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્ય કર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધનિશ્ચયનયથી નથી.” પણ વર્તમાનમાં તો તમે મનુષ્ય છો ને? મનુષ્ય નથી, તું કોની વાત કરે છે?! આત્માની વાત કરે છે કે અનાત્માની ? અનાત્મા મનુષ્ય છે એ વાત સાચી છે, પણ આત્મા મનુષ્ય નથી. કેમકે જે આ મનુષ્યની પર્યાય પ્રગટ થઈ છે એને યોગ્ય દ્રવ્યકર્મ અને ભાવકર્મનો મારામાં ત્રણેકાળ અભાવ છે.
એ મનુષ્ય પર્યાયને યોગ્ય શુભભાવ મેં કર્યો નથી. કેમકે હું ત્રણેકાળ અકર્તા છું. પરિણામનો કર્તા હું થાતો નથી. એને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધનિશ્ચયનયથી નથી. અત્યારે છે ત્યારે નથી એમ દેખાય છે. અને નથી. એમ દેખાય જાય ત્યારે આત્મા દેખાય જાય. મનુષ્ય પર્યાયમાં આત્મા છે તો એ એમાં દેખાતો નથી. મનુષ્યને આત્મા માને ત્યાં સુધી આત્મદર્શન થતા નથી.
મનુષ્ય પર્યાયને જીવ માને ત્યાં સુધી જીવ એને જાણવામાં આવતો નથી. એ તો શરીરને આત્મા માનવા માંડયો. આહાહા! શરીર તો આત્મા નથી. સોભાગભાઈ–શ્રીમદ્ રાજચંદ્રજીના પટ્ટ શિષ્ય હતા. થોડા સમયથી બિમાર હતા પથારીમાં હતા. થોડા દિવસ પહેલાં તેમને આત્માનો અનુભવ થયો પછી શ્રીમદ્જી ઉપર કાગળ લખે છે-“હે કૃપાળુદેવ આપની કૃપાથી આજે મને આત્મા અને દેહ બેફાટ જુદા ભાસ્યા. બે ફાટ હોં?! બે ફાટ એટલે બે જુદા. આ દેહને આત્મા માને છે ત્યાં સુધી ધર્મ નહીં થાય. મનુષ્ય તે જીવ એ વ્યવહારનું કથન છે. નિશ્ચયનું કથન મનુષ્ય પર્યાયથી ભિન્ન આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા અકારકને અવેદક છે.
સમ્યક્દર્શન વિના ધર્મની શરૂઆત ત્રણકાળમાં નથી. ગમે તેવા દાન કરે, શિયળ કરે, તપ કરે, જપ કરે જાત્રા કરે, દાન આપે, શાંતિભાઈ ! દેવલાલીમાં મંદિર બાંધવા માટે પાંચ લાખ રૂપિયા આપે, એમાં કાંઈ ધર્મ નથી. શુભભાવ છે પણ એ શુભભાવનો કરનાર આત્મા છે એમ માને તો મિથ્યાત્વનો દોષ લાગશે. કેમકે શુભભાવનો કરનાર પુદ્ગલ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com