________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૦૭ શુભભાવને પુદ્ગલ કરે છે? “હા, ભાઈ ! પુદ્ગલના સંગે થાય છે ને? માટે પુદ્ગલને કર્તા કહ્યો છે. આત્માને અકર્તા બતાવવા માટે એને પુદ્ગલ કરે છે એવું એમાં પ્રયોજન છે. એમાં સ્વચ્છેદ ન થાય. કેમકે જેના સંગે થાય ને એનો કર્તા ગણીને એને નિમિત્ત-નૈમિત્તિકને કન્વર્ટ કરીને કર્તા કર્મમાં ખતવી નાખ્યું. ત્યારે અહીં જ્ઞાન પ્રગટ થાય છે.
“દેવ” નામનો આધાર જે દેવ પર્યાય તેને યોગ્ય સુરસ સુંગધ સ્વભાવવાળા પુદ્ગલદ્રવ્યના સંબંધનો,” એ દેવનું શરીર હોય ને સ્વર્ગમાં એને સુગંધ બહુ હોય. શરીર સુગંધી હોય, પુણ્યની પ્રકૃતિ છે. “દેવ-પર્યાય તેને યોગ્ય સુરસ સુગંધ સ્વભાવવાળા પુદ્ગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે ” કે ભૂતકાળમાં અનંતવાર સ્વર્ગનો દેવ નથી થયો!? કે: “ના', હું દેવ થયો જ નથી. અને જે સુગંધી શરીર છે એ તો પુદ્ગલની રચના છે, મારી રચના નથી. આહાહા ! નિશ્ચયથી મારે “દેવ” પર્યાય નથી. આવી અલૌકિક વાત છે. આમાં ભેદજ્ઞાનની કળા છે.
ચાર પ્રકારની દેવ-મનુષ્ય આદિની પર્યાય એનાથી આત્મા જુદો છે. એની પર્યાયથી જુદો અને એના કારણથી પણ જુદો છે. ચારેય પર્યાયના કારણો આપ્યાને?! તીવ્ર અને મંદ કષાય અને એના કારણ એનાથી આત્મા જુદો છે.
ચારગતિનું કારણ એ વિભાવ પર્યાય-ભાવકર્મ છે. જીવ એમાં કારણ નથી કેઃ જીવ તો પરિણમે છે ને? કે એ તો પરિણમતો જ નથી એ અપરિણામી છે. પરિણમે તે જીવ ન હોય. અપરિણામી જ્ઞાતા તે જીવ હોય. કર્તા તે જીવ ન હોય. અકર્તા તે જીવ હોય. અહીં તો એકલી નિશ્ચયની વાત છે. નિશ્ચય એટલે સાચી.
આ તો ૪૫ વર્ષથી બોધ મળ્યો એટલે આટલું સાંભળને કહેવાય. બાકી તો સાંભળનારાય ન હોય. અને કહેનાર કો'ક નીકળે તો એને ગાંડો કહીને કાઢી મૂકે. આ મનુષ્ય પર્યાય ચોખ્ખી દેખાય છે? કયા જ્ઞાનથી જુએ છે તું? કેમ અમારી પાસે જ્ઞાન છે એનાથી જોઈએ છીએ. ગુરુ કહે–આ મનુષ્ય પર્યાય છે એ જ્ઞાનથી ન દેખાય. એમાં ઇન્દ્રિયજ્ઞાનનું કામ નથી. ઈન્દ્રિયજ્ઞાનથી જુદુ ન દેખાય. અતીન્દ્રિયજ્ઞાનથી જુદુ દેખાય. સત્ય અતીન્દ્રિયજ્ઞાનથી દેખાય અને અસત્ય ઇન્દ્રિયજ્ઞાનથી દેખાય. હોય એનાથી જુદુ ઇન્દ્રિયજ્ઞાન દેખે, અને અતિન્દ્રિયજ્ઞાન જેવું હોય એવું દેખે.
પેલો કહે અમને દેખાય એવું કહીએ છીએ. બધાય મનુષ્ય છે. તને દેખાય છે એવું કહે છે ને? તારી દેખવાની દષ્ટિ ખોટી છે. પર્યાય દષ્ટિથી તું જોશને? સંયોગી દષ્ટિથી તું જોશ ! સ્વભાવ દૃષ્ટિથી તું જ! સ્વભાવ દષ્ટિ તે સમ્યક્રદૃષ્ટિ છે. પર્યાયદષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે એવું વાક્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com