________________
૧૩૬
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૧૧
એમ અહીં કહે છે–હું આત્માના શુદ્ધોપયોગમાં, આત્માના અનુભવમાં જ્યાં ગયો ત્યાં આનંદ એટલો આવ્યો કેઃ આનંદ જાણે છલકાય જતો હોય, ઢોળાય જતો હોય, બહાર નીકળી જતો હોય પ્રદેશની બહાર. તેમ લાગે છે.
જેમ તપેલીમાં દૂધ હોય અને ઉભરો આવે તો બહાર નીકળી જાય ને ?! હૈં! ઉભરાય ત્યારે બહાર નીકળે બાકી ન નીકળે, તેમ આ આનંદનો ઉભરો આવ્યો પાછો. તરબોળ પ્રચુર સ્વસંવેદન થયું. મુનિરાજ તો નિત્ય આનંદના ભોજન કરનારા છે.
આહાહા! કહે છે-ચૌદ ગુણસ્થાનના ભેદોને કરતો નથી, કેમકે બીજો કરે છે એટલે હું કરતો નથી. અને જે બીજો કરે છે એ તો બીજું થઈ ગયું. બીજો કરે છે એ કાર્ય પણ બીજું થઈ ગયું. એ કાર્ય બીજાનું થઈ ગયું એટલે એ પરદ્રવ્ય થઈ ગયું. તો એ પદ્રવ્યને જાણું તો ઉભરો આવતો નથી.
આહા ! થોડીકવાર વિચારતો કર્યો કે લાવ જાણું! પણ આનંદનો ઉભરો આવ્યો નહીં, પણ દબાઇ ગયો. એટલે બંધ કર્યું જાણવાનું. બિલકુલ બંધ સર્વથા ? ‘હા’, સર્વથા. પર્યાયને જાણવાનું જ્યાં સર્વથા બંધ કર્યું ત્યાં શુદ્ધોપયોગમાં આવી ગયા. પછી તો વારંવાર...વારંવાર, નફાનો માલ કોઈ છોડે?! છઠ્ઠામાંથી સાતમામાં, સાતમામાંથી છઠ્ઠામાં, પાછા સાતમામાં આવી જાય છે. આત્માને જ ભાવું છું.- ધ્યાવું છું-નમું છું-વંદુ છું.
પેજ નં. ૧૫૪ ઉપ૨ પહેલી લીટી છે-“ આત્માને જ ભાવું છું.” આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી - ભેદોથી ભરેલા વિભાવ પર્યાયો ”, એટલે વિશેષ પર્યાયો માર્ગણાસ્થાનના ચૌદ પ્રકાર છે યોગ, વેદ, કષાય આદિ ઘણાં ભેદ છે. સમ્યમાર્ગણાના છ ભેદ છે. ચારિત્રના છ ભેદ છે, એ બધા ભેદો છે. મતિ-શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન આદિ જ્ઞાનના ભેદો છે, તેમજ દર્શનના ભેદો છે વગે૨ે પરિણામો એટલે વિભાવભાવ એને નિશ્ચયથી હું કરતો નથી, કારિયતા નથી, કરાવતો નથી, અનુમોદક નથી.
એ પુદ્દગલ કર્મનો કર્તા કોણ છે? કેઃ પુદ્દગલકર્મ છે પુદ્દગલ નહીંઃ (રૂમાલ દેખાડીને ) આને પુદ્ગલ કહેવાય પણ આ પુદ્દગલ તેને ન કરે. પુદ્દગલકર્મ બનેલું હોય, એનો અભાવ થાય અને થાય માટે તેને પુદ્દગલકૃત કર્મકૃત કહ્યું. બંધ-મોક્ષ છે એ કર્મકૃત છે, જીવકૃત નથી, તેમજ તે કર્તાનો અનુમોદક નથી એમ વર્ણવવામાં આવે છે.
હું ચૌદ ગુણસ્થાનના ભેદોને કરતો નથી, કરાવતો નથી, કર્તાનો અનુમોદક નથી તો હૈ પ્રભુ! તમે શું કરો છો?! ઉપચારથી તો કર્તા છો ને? કેઃ ‘નહીં.’ કરવાની વાત હવે લાવીશ માં.
'
‘સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ ”, તેમાં ‘સહજ ’ લખ્યું કેમકે પર્યાયો તો પુદ્દગલકૃત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com