________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૫
ચૈતન્ય વિલાસ શુદ્ધોપયોગ થઈ જાય છે. મને પરમાર્થ પ્રતિક્રમણ થઇ જાય છે.
આ ચૌદમાર્ગણાસ્થાનના ભેદોને હું કરતો નથી કેમ કે કરનારો બીજો છે. કેમ કે મારામાં તો કરવાનો જ અભાવ છે. એટલે હું તો અકર્તા છે. તો અકર્તાનું કોઈ કર્મ ન હોય અને અકર્તાનું કોઈ કર્મ ન હોય તો કોઈ ય ન હોય; એવો અકર્તા પરમાત્મા હું છું. એ જેવો છે એવો હું જાણું છું—એને ભાવું છું. શુદ્ધાત્માને ધ્યાવું છું.
તેને શુદ્ધાત્મા કહો-જ્ઞાનાનંદ પરમાત્મા કહો-ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્મા કહોચિદાનંદ આત્મા કહો જેટલા નામ તમારે આપવા હોય એટલા આપો. પણ મારી દષ્ટિમાં એ આવ્યો 'તો પહેલા ત્યારે મને યાદ આવી ગયું કે મારી દષ્ટિમાં આવ્યો તો ત્યારે શુદ્ધઉપયોગ થયો હતો. ચતુર્થ ગુણસ્થાન તો આવી ગયું હતું મને શુદ્ધ ઉપયોગમાં. પછી આ સમ્યક્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણામનો આત્મા કર્તા છે તે ઉપચારથી કર્તા છે એમ વાત બહાર આવી. વાત બહાર આવી અને એ આત્મા સાંભળી ગયો કે શું વાત કરો છો તમે!? કે જે સાધક આત્મા હોયને એ ઉપચારથી પોતાના પરિણામને કરેઃ એમ વાત સાંભળી શું અને ખટક આવી આટલા દિવસ સુધી શુદ્ધોપયોગ ફરીથી ન થયો એનું કારણ આજે મળી ગયું. એટલે પહેલો જે શુદ્ધ ઉપયોગ થયો હતો એને યાદ કર્યો. ઓહોહો ! “હું તો અકારકને અવેદક છું.” પરિણામનું કરવું ઉપચારથી પણ મારામાં નથી, માટે હું તો એવા આત્માને જાણું છું. જેમ પહેલા જાણ્યો એ રીતે જ્યાં જાણવા ગયો ત્યાં શુદ્ધઉપયોગ થઈ ગયો. એમ પ્રેકટીસ કરતાં કરતાં છઠું-સાતમું આવી ગયું. છઠ્ઠીમાંથી પાછું સાતમામાં જ આવવું છે. તેમને પાછું યાદ આવ્યું કે ઓહો ! શુદ્ધોપયોગની આ એક જ વિધિ છે! બીજી વિધિ નથી? “નહીં' , બીજી વિધિ નથી.
આહા! અકર્તાનું કોઇ કર્મ ન હોય અને અકર્તાનું કોઈ ય ન હોય. હું તો મારા શુદ્ધાત્માને ભાવું છું.-ધ્યાવું છું-નમું છું-વંદુ છું ફરીથી જ્યાં દષ્ટિનો વિષય દૃષ્ટિમાં તો રહેલો હતો પણ જ્ઞાનમાંથી ખસી ગયો હતો એ પાછો જ્ઞાનમાં આવી જાય છે. જ્ઞાનમાં એટલે શુદ્ધોપયોગમાં પરિણતિમાં તો હતો પણ પરિણતિમાં હતો ને ઉપયોગ ખસી ગયો હતો તો આનંદની ઓટ આવી, પહેલાં ભરતી આવી 'તી હવે ઓટ આવી. ફરીથી પાછો એ પોતાના શુદ્ધાત્માને ભાવે છે, ત્યારે છઠ્ઠામાંથી સાતમામાં આવે છે.
જ્યાં શુદ્ધોપયોગ થયો ત્યાં અંદર તરબોળ થઈ ગયો. અસંખ્યાત પ્રદેશ છલકાય ગયો. છલકાઈને બહાર આવી ગયો. જાણે પ્રદેશની બહાર આનંદ નીકળતો હોય !! એમ આવે છે કે: કોઇ કોઇને રૌદ્રધ્યાન થાય ત્યારે બહુ ક્રોધ ચડી જાય- કષાયનો સમુદ્રઘાત-લાલઘુમ થઈ જાય. આમ રતાશના ટશિયા ફૂટી જાય ક્રોધના, આ તો દષ્ટાંત છે, એવું થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com