________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
પ્રવચન નં-૧૧
ગયો, એક ગુણ નથી આવતો. જેમાં અકર્તામાં ગુણભેદ છે-સ્વભાવ ભેદ છે. જ્ઞાયક મુખ્ય ચીજ છે. રાજકોટ વિડિયો કેસેટ નં-૬૩ પ્રવચન નં-૧૧ (તત્વચર્ચા)
તા. ૧૫-૮-૮૮ સમયસાર ૩ર૦ ગાથામાં આચાર્ય ભગવાને કહ્યું કે આત્મા નિષ્ક્રિય છે. શિષ્ય પ્રશ્ન કર્યો નિષ્ક્રિય ઇતિ કો અર્થ: નિષ્ક્રિયનો શું અર્થ છે? તો કહ્યું કે જે બંધના કારણભૂત જે રાગાદિ ક્રિયા એનો કર્તા નથી. કેમકે “તરૂપો ન ભવતિ.” પુણ્ય-પાપ-આસવ-બંધ એ ચાર પ્રકારના જે રાગાદિ ભાવો છે એનો આત્મા કર્તા નથી, કેમકે તે રૂપે થતો નથી. માટે તેનો કર્તા નથી અકર્તા છે.
આગળ કહ્યું કે મોક્ષનું કારણ એવો જે મોક્ષમાર્ગ સંવર-નિર્જરા એનોય આત્મા કર્તા નથી. કેમકે “તપો ન ભવતિ.” પારિણામિકભાવસ્વભાવી સામાન્ય આત્મા વિશેષમાં જતો જ નથી. તેથી વિશેષ નામ પર્યાયને કરી શકતો જ નથી. એમ અહીંયાં કહે છે કે આત્મા અકારક છે-અકર્તા છે-કર્તા નથી.
હવે ચૌદભેદવાળા માર્ગણાસ્થાનોમાં સમ્યકમાર્ગણામાં ઉપશમ સમ્યકદર્શન, ક્ષયોપશમ સમ્યકદર્શન, ક્ષાયિક સમ્યકદર્શન, એ ત્રણ પ્રકારના સમ્યક્દર્શન છે. બીજા ત્રણ પ્રકારના અવળા મિથ્યાત્વ-સાસાદન અને મિશ્ર એ કુલ છ ભેદ છે સમ્યકત્વના; એ છએ પ્રકારની પર્યાયને આત્મા કરતો નથી. ભલે પરાશ્રિત પર્યાયમાં હો ! પણ નિશ્ચયનયના બળે જોવામાં આવે તો એ એનો સ્વભાવ જ નથી. માટે એનો કર્તા નથી. આત્મા અકર્તા છે.
“હું ચૌદભેટવાળા માર્ગણાસ્થાનોના ભેદોને કરતો નથી, કરાવતો નથી, અને કર્તાને અનુમોદન પણ કરતો નથી.” હું કરતો નથી તો હું શું કરું છું? આત્મા પરિણામને તો કરતો નથી, પરિણામને તો બીજો કરે છે, તો બીજો જે કરે છે એ તો મારું કર્મ નથી એટલે મારું
ય નથી. એટલે એને તો જાણવાનો પ્રશ્ન છે જ નહીં. પણ...જે કરતો નથી એવો અકર્તા શુદ્ધાત્મા તેને હું ભાવું છું. “સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
આહા! પરિણામને કરતો નથી, કેમકે અકર્તાનું કર્મ ન હોય, અને અકર્તાનું કર્મ ના હોય તો અકર્તાનું શેય પણ ન હોય. કર્મ હોય તો ય હોય. માટે પર્યાય કર્મ પણ નથી મારું અને પર્યાય મારું શેય પણ નથી. એ પર્યાય કર્મ કેમ નથી અને જ્ઞય કેમ નથી ? કેમકે એ પર્યાય પરદ્રવ્ય છે માટે મારું કર્મ ન હોય. પરદ્રવ્યને કરતોય નથી અને પારદ્રવ્યને જાણતોય નથી. તો પ્રભુ તમે કરો છો શું? કેઃ જે નથી કરતો એવા આત્માને જાણું છું ત્યાં મને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com