________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૩૩ કેમ બને?
ચક્રવર્તીનું આમંત્રણ આવ્યું હોય તો અડધો કલાક વહેલો જાય. એમ આ તો દેવના દેવ સિદ્ધ ભગવાન તે આપણા ઉપર બિરાજમાન છે. અનંતા સિદ્ધ ભગવાન આપણા મસ્તક ઉપર સમશ્રેણીએ અહીં બિરાજમાન છે. એક એક જગ્યાએથી ગયા છે.
એક-એક ન્યાયથી લે છે. કાલે ખુલાસો આવી ગયો. ખટકે છે, આ ખટકે છે. ઉપચાર ખટકે છે. શુદ્ધ પર્યાય આત્માથી અભેદ છે એવો અભેદ ઉપચાર છે પણ એવો અભેદ અનુપચાર ન થયો, એટલે ઉપચાર આવ્યોને? શુદ્ધ પરિણતિને આત્મા કરે છે એ ઉપચાર છે. શુદ્ધપરિણતિમાં એ આવે છે. શુદ્ધોપયોગમાં જતો રહે પછી ઉપચાર ક્યાં રહ્યો? અભેદ અનુપચાર કહો કે આત્મા કહો એક જ વાત છે.
ખરા જિજ્ઞાસુ હોયને એને જ આ બસ છે. શેયને જોવે એ તો જાણવાનો વિષય છે. એને હિસાબે તો એ વ્યવહાર જ છે. જ્ઞય છે એ વ્યવહારનયનો વિષય છે. જ્ઞયમાં ધ્યેય છૂપાયેલું છે.
જ્યારે-જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે દષ્ટિના વિષય ઉપર દૃષ્ટિ પડે ત્યારે ધ્યેયપૂર્વક જ શય થાય છે. ફરી ફરીને થયા કરે છે. એ આનંદની વૃદ્ધિ લેતું જ શેય થાય છે. એમાં આનંદ વધતો જાય છે. ફરી ફરીને શેય થાય છે એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય જ છે.
અકર્તા છું એમ દષ્ટિ થતાં હું અકર્તામાં આવ્યો. કર્તા તો હતો જ નહીં. શુદ્ધ પર્યાયનો કર્તા કહ્યો વગેરે જે કથનો છે એ પણ વ્યાજબી છે એના સ્થાને પણ પરમાર્થ પ્રતિક્રમણમાં જવા માટે શું? ઉપચારથી પણ કર્તા નથી અહીંયાં તો પરમાર્થ પ્રતિક્રમણની વાત ચાલે છે ને?
- જ્ઞાયક જણાય ત્યારે શુદ્ધોપયોગ થાય. અકર્તામાં કર્તબુદ્ધિ છૂટે છે પણ અનુભવ થતો નથી. જ્ઞાયક જ્યારે આવે, જાણનાર જણાય છે એમ કહેવું છે. જ્ઞાયક કેવો ? અકર્તા જે લીધો. છે એવો જ જ્ઞાયક છે. અકર્તા તે ડીપોઝીટ માં રહી ગયું. હવે ત્યારે જણાય છે શું ? અકર્તા જણાય છે ? ‘ના’ , જ્ઞાયક જણાય છે.
( શ્રોતા અકર્તા છે તે જ્ઞાયક જ છે.) જ્ઞાયક છે પણ અકર્તા છે તે એક સ્વભાવ છેએક ધર્મ છે. જ્ઞાયકમાં પુરેપુરું આવી જાય છે.
અકર્તા એટલા માટે આપ્યો કે કર્તબુદ્ધિ તને છે એ છોડી દે ! તું જ્ઞાતા જ છો જ્ઞાતામાં ન સમજે એટલે કે તું કર્તા નથી અકર્તા છો એમ સમજાવે. હવે એ જ્યારે પક્ષ આવે છે કેઃ “હું જ્ઞાયક છું” જાણનાર છું એટલે કર્તા નથી એટલે જ્ઞાતા જ છું, જ્ઞાયક જ છું એમ આવ્યું. દષ્ટિના વિષયમાં અનંતગુણનો પિંડ આવવો જોઈએ. જ્ઞાયકમાં આખો ગુણી આવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com