SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ પ્રવચન નં-૫ તેની અનુભૂતિ કરવી એટલે સ્વરૂપમાં લીન થવું-એ સ્વરૂપે રહેવું, એવો જે પોતાનો શુદ્ધાત્મા, એટલે વિશિષ્ટ પ્રકારના આત્મતત્ત્વને ( આમાં) એકવચન છે. એને ગ્રહનારા એટલે જાણનારા-અનુભવનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે, (એટલે) અંતમુર્ખ થઈને મારા સામાન્ય શુદ્ધાત્માને-કે જે દર્શન-જ્ઞાન અને સુખમય છે (તેવા) આત્માને અનુભવું છું. એનું (શુદ્ધાત્માનું) લક્ષ કરતાં મને જણાય છે કે સકળ મોહરાગદ્વેષ નથી. સહજનિશ્ચયથી (૧) સદા નિરાવરણ સ્વરૂપ,” “સહજ નિશ્ચયથી”- શુદ્ધનયથી સદા”—હંમેશને માટે “નિરાવરણ સ્વરૂપ” સદા નિરાવરણ છે. “ (૨) શુદ્ધજ્ઞાનરૂપ (૩) સહજ ચિન્શક્તિમય (૪) “સહજદર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ” સહુજ દર્શન ગુણ. (જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) “ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને ” આ ત્રિકાળ ગુણની વાત છે. ત્રિકાળીના વિશેષણો છે. નિત્ય નિરાવરણ શુદ્ધ જ્ઞાનરૂપ સહજ ચિન્શક્તિમય, સહજ દર્શનની પરિપૂર્ણ મૂર્તિ. સમસ્ત સંસાર કલેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.” પેલામાં મોહરાગદ્વેષ નથી એમ કહ્યું હતું. આમાં કહ્યું ક્રોધ-માન-માયા-લોભ નથી. આટલી વાત કર્યા પછી આત્મામાં શું નથી એ કહ્યું. હવે જે એ આત્મામાં ન હોય એનો કર્તા નથી એ ન્યાય આપે છે. જે આત્મામાં ન હોય એનો હું કર્તા-કારયિતા કે અનુમોદક એમાં એ ક્યાંય ન આવે. જે ભાવ આત્મામાં હોય એને તો આત્મા કરે ને ભોગવે પણ આત્મામાં શું નથી તેની વાત કરે છે. માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન, રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ આત્મામાં નથી. હવે મહત્ત્વની વાત અહીં એ આવે છે કે જે આત્મામાં નથી એથી એનો હું કર્તા નથી. એનો કર્તા તો નથી પણ એનો જાણનારેય હું નથી. એકમાં બે વાત તેમાં આવી જાય છે. હવે આ જે ઉપરોક્ત વિવિધ પ્રકારના જે ઘણાં ભેદો કહ્યાં 'તા, પહેલા-પારામાં ચારગતિના ભેદ કહ્યાં 'તાં; બીજા પારામાં માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન આદિ ત્રણ પ્રકાર કહ્યાં. ત્રીજા પારામાં મનુષ્ય અને તિર્યંચ પર્યાયની કાયાનાં વયકૃત-બાળ-યુવાન ને વૃદ્ધાવસ્થા એ (આત્મામાં) નથી. પછી કહ્યું મોટું–રાગ-દ્વેષ નથી અને પછી કહ્યું ક્રોધ-માનમાયા-લોભ નથી. આ સ્થાનો મારા શુદ્ધાત્મામાં નથી. આ ભેદો મારામાં નથી. “હવે આ (ઉપરોક્ત) કહેવામાં આવેલા “વિવિધ” અનેક પ્રકારના “વિકલ્પોથી”- ભેદોથી ભરેલા “વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.” આહાહા ! એ પરિણામો છે, એ ચારગતિઓ છે, ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન પણ છે. એ પર્યાયમાં છે ત્યાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy