________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
પ્રવચન નં-૧૦ આત્મા મનુષ્ય થાય છે. નારકી થાય છે, આત્મા રાગને કરે છે, દુઃખને ભોગવે છે એ વ્યવહારનો પક્ષ છે. પર્યાય સહિતનું દ્રવ્ય એણે અનંતકાળથી એણે લક્ષમાં લીધું છે. આત્મા પર્યાયમાત્રથી રહિત છે આમાં શું કહે છે? કેવળજ્ઞાનથી રહિત આત્મા. ગુણસ્થાનમાં કેવળજ્ઞાન લઇ લીધું છે. આહાહા! મોક્ષનું કારણ એવો મોક્ષમાર્ગ આત્મામાં નથી. તે કારણે મોક્ષમાર્ગને કરતો નથી.
આત્મા અકર્તા છે માટે શુદ્ધ છે. શુદ્ધાત્માને સફળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. એમાં મોક્ષમાર્ગ લઈ લીધો. મોક્ષમાર્ગનો આત્મા કર્તા નથી. માર્ગણાસ્થાન, યથાખ્યાતચારિત્ર આત્મામાં નથી પર્યાયમાં હો તો હો પણ મારામાં નથી એ વાત ચાલે છે પર્યાયની અતિ, એની મારામાં નાસ્તિ, એવી મારી અસ્તિ બસ.
જ્યારે પર્યાયથી રહિત ત્રિકાળી સામાન્ય એક ભગવાન આત્મા પરમાત્મ સ્વરૂપ છે. આ અકર્તા લક્ષમાં આવ્યા વિના કર્તબુદ્ધિ જવાની નથી. અકર્તા ઘૂંટાતા એ અકર્તા ઘૂંટાવા માંડયો એટલે જ્ઞાતા થઈ ગયો. અકર્તા ઘૂંટાવા લાગ્યો એટલે કર્તુત્વ છૂટી ગયું તો જ્ઞાતા થઈ ગયો.
મનુષ્ય પર્યાય ભલે હો પણ એનું જે કારણ દ્રવ્યકર્મને ભાવકર્મ એનો તમારામાં ત્રણેકાળ અભાવ છે. એટલે અત્યારે તમે મનુષ્ય નથી. અત્યારે તમે આત્મા છો, મનુષ્ય નથી અને બે-ચાર ભવ મનુષ્યના આવશેને તો એ મનુષ્ય પર્યાય તમને નહીં હોય. આત્માને મનુષ્ય પર્યાય ન હોય. આત્મા મનુષ્ય પર્યાયથી રહિત છે, મોક્ષથી રહિત છે તો મનુષ્ય પર્યાયથી રહિત હોયને! બંધ મોક્ષથી રહિત આત્મા. આહાહા ! “જીવનો મોક્ષ થતો નથી મોક્ષ સમજાય છે.” આહાહા ! દ્રવ્યદષ્ટિ થવી બહુ કઠિન કામ છે. એ સિવાય ભવનો અંત આવવાનો નથી. કોઈ માનો કે કોઈ ન માનો!
મને મનમાં એવું લાગ્યા કરે કે તીર્થકરનું દ્રવ્ય એને અકર્તા ઘૂંટાતું હોય છે, એનું પ્રતિપાદન આવે. ગુરુદેવે કહ્યું આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે એ આવ્યું કે નહીં! પદ્મપ્રભમલધારિદેવ પણ શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. કોઈ કાળે કરે કે નહીં? કે નહીં, એક સમય પણ ન કરે. કર્તા કરે પણ અકર્તા ન કરે. કર્તાને કર્મ હોય પણ અકર્તાને કર્મ ન હોય. અકર્તાને કર્મ હોય તો એ કર્તા બની જાય પણ તે કર્તા તો બનતો નથી. તે તો ત્રણેકાળ અકર્તા છે. અકારક ને અવેદક છે.
શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ સંવર-નિર્જરાને કરતો નથી. કેમ કે દષ્ટિમાં અકર્તા દ્રવ્ય તરવરે છે એટલે હું કરતો નથી. હું જો સંવર નિર્જરાને કરું તો સંવર નિર્જરા રહેતા નથી તો આસ્રવ બંધ થઇ જાય છે. માટે કરતો નથી બસ જાણું છું એટલું રાખ્યું. અહીંયા તો એ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com