________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૨૯ કાઢી નાખ્યું. શુદ્ધજ્ઞાન પરિણત જીવ છે-મુનિરાજ કહે છે સંવર-નિર્જરાને હું કરતો નથી. હું કરું છે એમ મને ન દેખો! એવો ઉપચાર પણ મને આપો !
પૂ. ગુરુદેવે ૪૫ વર્ષમાં કેટલીવાર આત્માનો અનુભવ કર્યો હશે! હજારોવાર. તો હજારોવારના અનુભવનો નિચોડ તેમણે કહ્યો કે આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. અને બીજી એ વાત કરી કે આત્મા શુદ્ધ પર્યાયનો ઉપચારમાત્રથી પણ કર્તા નથી એ જે વચન આવ્યું ઉત્કૃષ્ટ. ટોડરમલ સ્મારકના પંચકલ્યાણક વખતે એ તેટલા વર્ષ પહેલાંની વાત છે.
પૂ. ગુરુદેવનું વ્યાખ્યાન ચાલે, એમાં ગુરુદેવ બોલ્યા કેઃ શુદ્ધ પર્યાયનો ઉપચારથી પણ કર્તા નથી. ઉપચારથી કર્તા છે એમ તો આવ્યા કરે. ઉપચારથી કર્તા તો આવે સમજી ગયા. પણ ઉપચારથી પણ કર્તા નથી એટલે કર્તા નથી એટલે અકર્તા છે. ઉપચારથી કર્તા નથી. એનું નામ અકર્તા છે. એટલે આજે વધારે આવ્યું 'તું. બીજું એમ આવ્યું તું કેઃ વ્યવહાર ઉપચારથી કર્તા છે એનો નિષેધ કરવા માટે આ પરમાર્થ પ્રતિક્રમણમાં કર્તા નથી એ વાત આવી છે. ઉપચારથી કર્તાપણું હતું એ એમને ખટકયું, કેમ કે અકર્તા દષ્ટિમાં રહેતો 'તો ને? એટલે ખટકયું. એ તો ખટકે જ ને!
એટલે જે પૂ. ગુરુદેવે જયપુરમાં કહ્યું કે શુદ્ધ પર્યાયનો આત્મા ઉપચારથી કર્તા નથી એ આમાં (પરમાર્થ પ્રતિક્રમણમાં ) કહેવું છે. એ કાલ સાંજે મને આવી ગયું. આજે સવારના પહોરમાં તાળો મળી ગયો. ઓહોહો ! શુદ્ધપર્યાયનો કર્તા છે એવો જે ઉપચાર આવતો હતો એ ખટક્યો. એ ઉપચારથી કર્તા છે એનો નિષેધ કરવા માટે કર્તા નથી એમ કહ્યું.
મુનિરાજને એકતાબુદ્ધિતો કયારની તૂટી ગઇ છે. મિથ્યાત્વનું પ્રતિક્રમણ તો એમને થઈ ગયું છે, તો પણ ઉપચારથી કર્તા છે એવું લોકો કહે છે તમે ઉપચારથી કર્તા છો. આહા ! પ્રભુ રહેવા દ્યો અમે કર્તા નથી. અમને ઉપચારથી કર્તા ન દેખો એટલે વ્યવહારથી કર્તા નથી એમ ! નિશ્ચયથી તો કર્તા ન જ હોય, પર્યાયનો કર્તા પર્યાય હોય નિશ્ચયથી પણ પરિણમે છે માટે કર્તા, આહાહા ! હું કર્તા નથી. તમે મને કર્તા ન દેખો. હું અકર્તા છું મને અકર્તા રાખો.
કુંદકુંદના દર્શન કરવા હોય તો હું અકર્તા છું એમ તમે જાણજો! તો તમને તમારા દર્શન થાશે. પણ કુંદકુંદ ભગવાન અત્યારે ઉપચારથી કર્તા છે તો કુંદકુંદ નહીં દેખાય, તો આ ( નિજ) કુંદકુંદપણ નહીં દેખાય. કુંદકુંદનો અર્થ સોનું એવો થાય છે. એટલે આ પણ સોનું જ છે ને? શુદ્ધ સુવર્ણ છે બધા આત્મા. ઉપચારથી પણ કર્તા નથી.
જ્યાં સુધી આ વ્યવહારનો પક્ષ છે કે ઉપચારથી કર્તા..ઉપચારથી કર્તા... ઉપચારથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com