________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૩ “હવે, આ ઉપરોક્ત” , એટલે ઉપરમાં કહેવાય ગયું છે તે “વિવિઘ વિકલ્પોથીભેદોથી” અનેક પ્રકારના ભેદોથી ચૌદ માર્ગણાસ્થાન, ચૌદ જીવસમાસ, ચૌદ ગુણસ્થાનોના ભેદો બધાં-અશુદ્ધ પર્યાયો ને શુદ્ધપર્યાયો બધીય એમાં ભેદોમાં-વિવિધ વિકલ્પો એટલે રાગ એમાં ન લેવો વિકલ્પમાં, પણ વિવિધ વિકલ્પો એટલે વિવિધ પ્રકારનાં અનેક ભેદ-ભેદના બે પ્રકાર, એક વિકારી પરિણામ, અને એક અવિકારી પરિણામ-એક વ્યવહાર પ્રતિક્રમણ શુભભાવરૂપનું પરિણામ, એક પરમાર્થ નિશ્ચય પ્રતિક્રમણ-શુદ્ધઉપયોગરૂપનું પ્રતિક્રમણનું પરિણામ, “એવા જે વિવિધ-અનેક પ્રકારનાં ભેદોથી ભરેલા-વિભાવપર્યાયો ” વિશેષ ભાવરૂપ પર્યાયો, આમાં એકલો વિભાવ-વિકાર એટલે કષાય ન લેવો, વિભાવપર્યાયો એટલે વિશેષભાવ છે. ભગવાન આત્મા, સામાન્યભાવ સ્વરૂપી છે. અને આ પરિણામ બધાં વિશેષભાવસ્વરૂપી છે. વિશેષભાવને વિ+ભાવ કહેવામાં આવે છે.
(કહે છે કે, “આવા ભેદોથી ભરેલા (વિભાવ૫ર્યાયો)”, એ પર્યાયો અભેદથી ભરેલ નથી. પર્યાય (માત્ર) ભેદથી ભરેલી છે. અને અભેદથી શૂન્ય-ખાલી છે અભેદમાં ભેદ નથી ને ભેદમાં અભેદ નથી.
આ તો આત્માનો સ્વભાવ અકર્તા છે (એની સિદ્ધિની ગાથાઓ છે). એ એટલો ઊંચો શુદ્ધભાવનો અધિકાર જેમ કહ્યો, આમાં તો રત્ન છે. આ ટીકાકાર ભગવાન (શ્રી પદ્મપ્રભમલધારિદેવ ) ફરમાવે છે કે હવે કુંદકુંદમહારાજ આહા! જેમનું નામ ભગવાન મહાવીર પછી ત્રીજું આવે છે (મંગલાચરણમાં) એ મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ સદેહે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, અને એમને (ત્યાં) પ્રત્યક્ષ જોનારાં આત્માઓ પણ ભારતમાં અત્યારે બિરાજમાન છે.
જ્યારે ભગવાન સીમંધરનાથની સભામાં (સમવસરણમાં) ભરતના આચાર્ય પધાર્યા ત્યારે, ચક્રવર્તીને વિકલ્પ ઊઠ્યો, પ્રશ્ન પૂછયો કે પ્રભુ! આ કોણ છે? ત્યારે (તીર્થંકર ભગવાનની) વાણી છૂટી છે કે, આ ભરત (ક્ષેત્રના) સમર્થ આચાર્ય કુંદકુંદ છે. આહા...હા ! અને આ કુંદકુંદઆચાર્ય એ જે કહે ને લખે એનો એ વિશેષ ધર્મ ફેલાવનાર...આ સભામાં રાજકુમાર, એ ભાવિના તીર્થંકર બેઠા છે.
એ કુંદકુંદભગવાને, સીમંધરસ્વામી પાસેથી આવીને આ શાસ્ત્રો લખ્યાં છે. શાસ્ત્રો તો ઘણાં લખ્યાં હશે તેમાં કેટલાંક અપ્રાપ્ય છે ને કેટલાંક પ્રાપ્ય છે એમાં પણ આ નિયમસાર શાસ્ત્ર ઉત્તર અવસ્થામાં લખાયેલું છે. ઉત્તર અવસ્થામાં આત્મામાં એ ઠરે છે બહુ થાવ-બહુ થાવ! બહુ થયું ! બહુ થયું ! અમે સમયસારમાં ઘણું ઘણું કહ્યું બસ થાઓ! બસ થાઓ ! અલય્-અલમ્ ! હવે મારે કાંઈ કહેવું નથી, અને કહેવાનો વિકલ્પ પણ મને ઊઠતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com