________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૨ બેય પ્રકાર મારામાં નથી. પુદગલના પરિણામ તો મારામાં નથી, પણ પુદ્ગલના લક્ષે થતા ક્રોધાદિ વિભાવ ભાવ, એ શુદ્ધનિશ્ચયનયના બળથી એ જોવામાં આવે તો બધા વિભાવભાવો મારામાં નથી. એમ ત્રિકાળસ્વભાવને જાણનાર (-અનુભવનાર) જ્ઞાનની અવસ્થામાં પણ ક્રોધ-માન-માયા-લોભનો સદ્દભાવ મારામાં નથી, એમ ત્રિકાળ સ્વભાવને જોતાં (અનુભવતાં) ક્રોધ-માન-માયા-લોભનો અભાવ થાય એને પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
આખું જગત કૌંબુદ્ધિથી મરે છે. કોઈ તો ઈશ્વરને કર્તા માને છે, અને કોઈ તો પોતાને કર્તા માને છે, અને કોઈ તો પોતાના પરિણામનો કર્તા કર્મનો ઉદય છે તેથી તે થાય છે, એમ માને છે–એવા કર્તાવાદી એ જૈનમતના અનુયાયી નથી. એ બધાં નિશ્ચયથી તો.. અજૈન છે. નામનિક્ષેપે ભલે જૈન (કહેવાતા) હે ! પણભાવ નિક્ષેપે જૈન (કહેવામાં આવતા નથી.)
આહા...હા! જે (અકર્તા) સ્વભાવનું લક્ષ કરીને-અવલંબન કરીને, મોહ-રાગ-દ્વેષને જીતે છે એને જિતેન્દ્રિય જિન કહેવામાં આવે છે. અથવા તેને ઉપશાંત કષાય મોહ કહેવામાં આવે છે. અથવા તેને ક્ષીણ કષાય મોહ કહેવામાં આવે છે. ( જ્ઞાયક) પરમાત્માનું અવલંબન લેતાં, એ આત્મામાં એ (ભાવો) નથી, એથી ( આત્માના) પરિણામમાં પણ એ (ભાવો) નથી.
એ ક્રોધ-માન-માયા-લોભના પરિણામ ભગવાન આત્મામાં નથી, નિશ્ચયનયે એથી, એ પરિણામ, જેનું અવલંબન લ્ય છે, એ પરિણામમાં પણ ક્રોધ-માન-માયા-લોભનો અભાવ હોય છે. અને એ પરિણામમાં પરમાર્થ પ્રતિક્રમણનો સદ્દભાવ વર્તે છે, એમ જોવામાં આવે છે ને એ પરમાર્થ પ્રતિક્રમણ વ્યવહાર નયનો વિષય છે.
નિશ્ચય-પરમાર્થ પ્રતિક્રમણ પણ વીતરાગી પરિણામ હોવાથી–એનો આત્મા અકર્તા છે. એનો અકર્તા છે એટલે એનો પણ જ્ઞાતા છે. માત્ર (પોતાના પરિણામનો જ્ઞાતા નથી, (જ્યારે) અપરિણામીનો જ્ઞાતા થયો, ત્યારે પરિણામનો જ્ઞાતા અને પરિણામીનો જ્ઞાતા કહેવામાં આવે છે. પરિણામ, પરિણામી અને અપરિણામી (આ ત્રણમાંથી) ભગવાન ત્રિકાળ શુદ્ધાત્મા જ્ઞાયકભાવ અપરિણામી છે. એનું અવલંબન લેતાં જે પરિણામ છે તેને ભેદથી પરિણામ કહેવાય, એ પરિણામના ભેદને અભેદથી જુઓ તો એ દ્રવ્યને પરિણામી દ્રવ્ય કહેવામાં આવે છે.
અપરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય છે, અને પરિણામી દ્રવ્ય જ્ઞાનનું જ્ઞય છે એ એક સમયમાં અનુભવના કાળમાં ધ્યેય અને શેય એને પ્રગટ થાય છે. એને નિશ્ચય અને વ્યવહાર, અનુભૂતિના કાળમાં પ્રગટ થયા એમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com