________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
પ્રવચન નં-૩ મોહ-ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા-વેદ-સ્ત્રીવેદ-પુષવેદ ઈત્યાદિ-ઈત્યાદિ અનેક પ્રકારનાં જે વિભાવભાવનાં સ્થાનો છે, વિકારભાવના અસંખ્યાત લોકપ્રમાણ એવા જે ભાવકર્મો એને હું કરતો નથી, કરાવતો નથી, એને હું અનુમોદન કરતો નથી.
- હિંસાના પરિણામને કરતો નથી, અહીંસાના પરિણામને કરતો નથી. ક્રોધનાં પરિણામને કરતો નથી, ક્ષમાનાં પરિણામને કરતો નથી, એ બધાં આ ભાવકર્મના ભેદો છે એ ભાવકર્મના ભેદોને હું કરતો નથી-સીધો ડાયરેકટ, કોઈની પાસે કરાવતો નથી-ઈનડાયરેકટ કરે છે એને હું ટેકો નથી આપતો. આહા...હા !
બિલકુલ દષ્ટિ સ્વભાવ ઉપર આવી જાય, એવી વાત છે. પર્યાય ઉપરથી દષ્ટિ છૂટી જાય, પર્યાયાર્થિકનયની ચક્ષુ સર્વથા બંધ થઈ જાય, અને દ્રવ્યાર્થિકનયની ચક્ષુ ઊઘડે ને ભગવાનના દર્શન થાય, એવી વાત છે.
જ્યાં સુધી કર્તાબુદ્ધિ છે, ત્યાં સુધી પર્યાયાર્થિકનયની ચક્ષુ ખુલ્લી છે. પર્યાયને હું કરું તો દૃષ્ટિ પર્યાય ઉપર જાય છે, તો દ્રવ્યાર્થિકનયની ચક્ષુ અનંતકાળથી બંધ છે એ કર્તાબુદ્ધિવાળાને, દ્રવ્યાર્થિકનયની ચક્ષુ ઊઘડશે જ નહીં.
કર્તા બુદ્ધિ છૂટી શું પર્યાય ઉપરથી લક્ષ છૂટયું શું અને દ્રવ્ય ઉપર લક્ષ આવ્યું શું! આહા ! અકર્તાને ઘૂંટયા પછી એવો અકર્તા એટલે જ્ઞાયકભાવ, એવો શાકભાવ મને જણાય છે હોં ! અકર્તા છું એમ હું એવા આત્માને જાણું છું ! એવા જાણનારા આત્માને જાણું છું! કરનારા આત્માને હું જાણતો જ નથી કેમકે હું તો જાણનારો જ છું, હું કરનારો જ નથી, જાણનારાને જ હવે હું જાણું છું! એટલે કે આવા આત્માને હું ભાવું છું. એ જ વખતે એને સમ્યક્રદર્શન થાય!
કર્તબુદ્ધિથી જ....સમ્યકદર્શન..અટકયું છે!
આ કર્તા બુદ્ધિ છૂટયા પછી..એ ખરેખર તો સ્વભાવની સન્મુખ આવી જાય છે. એટલે કે એકલા સામાન્ય સ્વભાવને જ લક્ષમાં લીધો, વિશેષનો મારામાં અભાવ છે એટલે કરતો નથી, એટલે એકલું સામાન્ય (આત્મદ્રવ્ય), સવિકલ્પ સ્વસંવેદનમાં અકર્તા આવી ગયો છે, નિર્વિકલ્પ, સ્વસંવેદનથી અનુભવ થઈ જાય ! કર્તાબુદ્ધિ જ જીવને મારી નાખે છે !
(શ્રોતા:) એનું (કર્તબુદ્ધિનું) ઝેર ઓગળી ગયું પછી ઘણો રસ્તો કપાઈ ગયો! (ઉત્તર) હવે, એને જાણવાની પ્રક્રિયામાં ઈ આવે છે ત્યારે થોડુંક એને મેળવણ મળી જાય શાસ્ત્રમાંથી કે શ્રીગુરુ પાસેથી મળી જાય. પછી અકર્તા હું આત્મા જ્ઞાયક છું જ્ઞાતા જ છું તો હું તો એ જ્ઞાયકને જ જાણું-એટલે એનો જ આશ્રય લઉં! બસ! એમ કરીને એ આત્માને જાણવા જાય છે તો ઇન્દ્રિયજ્ઞાન રોકાય જાય છે અને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com