________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
४७ નથી, એવા (અકર્તાસ્વભાવી) આત્માને લક્ષમાં તો લે એકવાર ! મિથ્યાત્વ ટળશે ને સમ્યકત્વ થશે, તોય સમ્યક્દર્શન (પર્યાયનો) કર્તા (આત્મા) નહીં બને! કેમકે મિથ્યાત્વનો કર્તા નથી, તો મિથ્યાત્વના અભાવપૂર્વક સમ્યક્દર્શન થાય એનો કર્તા ન હોય.
મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર–એવા ત્રણ ગુણસ્થાન, અવિરત સમ્યકદર્શન ચોથું, ને દેશવિરતી અને સર્વવિરતી છઠ્ઠ ગુણસ્થાન આહા...! અપ્રમત્ત એ બધા ગુણસ્થાનના ભેદો ભગવાન આત્માએ (કર્યા નથી), સર્વજ્ઞભગવાને કહ્યા છે એ બધા ગુણસ્થાન પર્યાયોના ભેદો, પર્યાયોમાં એ છે (પર્યાયમાં) નથી એમ નહીં, હું જ્ઞાનથી એને જાણું છું તો એનું અસ્તિત્વ છે (પરંતુ) પર્યાયોનું અસ્તિત્વ મારામાં નથી. મારામાં એનું અસ્તિત્વ નથી ચૌદ ગુણસ્થાનનું એટલે હું એનો કર્તા નથી તો એ પરિણામ થાય તેનો કર્તા કોણ છે? કે પુદ્ગલકર્મ એને એ પરિણામને કરે છે. કરે તો કરો! કરે તો ઠીક-એમ પણ નહીં આહા...હા! (પરિણામો) થાય તો થાય, જે થાય તે થાય બાકી હું એનો કરનાર નથી.
ચૌદ ગુણસ્થાનમાં શુક્લધ્યાનની શ્રેણીમાં સાતમું અપ્રમત્તગુણસ્થાનનો કર્તા આત્મા નથી. કહે છે કે ઉપશમશ્રેણી માંડે તો ઉપશમ, ક્ષપકશ્રેણી માંગે તો ક્ષાયિક-બારમું ગુણસ્થાન એનો હું કર્તા નથી. સયોગી કેવળી તેરમું ગુણસ્થાન-અરિહંતનું, અત્યારે તેમાં ગુણસ્થાનમાં બિરાજમાન છે સીમંધર પરમાત્મા, (એમની) વાણીમાં આવ્યું કે આ તેરમાં ગુણસ્થાનનો હું કર્તા નથી. પુદ્ગલકર્મ કરે છે અને હું ટેકોય આપતો નથી.
ગજબની વાત છે હોં! એમ તું તારા આત્માને અકર્તા જાણ! શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. એવો અકર્તા આત્મા છે એને તું દષ્ટિમાં-લક્ષમાં લે! ન્યાલ થઈ જઈશ, સંસારમાં અવતાર નહીં લેવો પડે! જન્મ-મરણના ફેરા મટી જશે.
વિકલ્પ જે ઊભો થયો એ વિકલ્પનોય (આત્મા) કર્તા નથી. અને એને જાણનારી મતિજ્ઞાનની જે પર્યાય એનોય હું કર્તા નથી, હું તો ભગવાન અકર્તા છું ને! હું તો મારા આત્માની ભાવના ભાવું છું. કર્તાબુદ્ધિ છોડું છું ને આત્માની ભાવનામાં જાઉં છું હવે, ત્યાં મને શાંતિ મળે છે. એમ જાણીને કર્તાબુદ્ધિને છોડે છે, અકર્તા સ્વભાવનું અવલંબન લ્ય તક્ષણ પર્યાયમાં અકર્તાભાવ ( -વીતરાગભાવ) પ્રગટ થાય. સામાન્ય (સ્વભાવ) અકર્તા ને વિશેષમાં પણ અકર્તા (પણું ) આવી જાય, એટલે જ્ઞાતા થઈ જાય !
હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
(કહે છે) આહાહા ! ભાવકર્મના અસંખ્યાત-લોક પ્રમાણ જે ભેદો છે, શબ્દ મૂક્યો કે રાગાદિ જે ભાવકર્મો છે-જે પરના અવલંબે પરિણતિમાં વિકૃતભાવ થાય છે રાગ-દ્વેષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com