________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XVIII
ચૈતન્ય વિલાસ સવિકલ્પદશામાં જ્ઞાતાનો વ્યવહાર આવે છે. હવે ફરીથી શુદ્ધોપયોગ કેમ પ્રગટે? કે પરિણામનું જ્ઞાતાપણું છૂટે ત્યારે.
સાધક પોતાને જાણતાં જાણતાં પરિણામના ભેદને જાણે છે તે પણ ઉપચારમાં જાય છે. હવે આ વ્યવહાર પણ ચારિત્રવંતને ખટક્યો. વ્યવહાર સઘળોય અસત્યાર્થીને અભૂતાર્થ છે. ઉપચારથી હું ભેદનો જ્ઞાતા નથી. હું અભેદજ્ઞાયક છું આમ અનુપચારમાં આવતાં સવિકલ્પદશામાં જે જણાયેલો પ્રયોજનવાન તેને ફરી ફરી જીતે છે. શુદ્ધોપયોગમાં પર્યાયનાં ભેદનો જ્ઞાતાપણાનો ઉપચાર નીકળી ગયો. આ વાત એવી ટંકોત્કીર્ણ છે કે શુદ્ધોપયોગ થાય અને પછી શુદ્ધોપયોગ જ રહે તેવી નિશ્ચલ કલા છે.
થવા યોગ્ય થાય છે અને અભેદપણે જાણનારો જણાય છે.” આમાં કથન પદ્ધતિમાં ભેદ છે. પરિણમનમાં ભેદ નથી. જે પર્યાય થવા યોગ્ય થાય છે તેને હું કરતો નથી. કેમકે તે તેના સ્વભાવથી થાય છે, હું તો અકારક અવેદક એવા ચૈતન્ય વિલાસમાં એકાગ્ર થાઉં છું તેથી થવા યોગ્ય કર્મ થતું નથી અને જ્ઞય પણ થતું નથી. જો થવા યોગ્ય ય થાય તો ધ્રુવ જ્ઞાયકજ્ઞય ન થાય. પર્યાય સપણે થાય છે તેમાં પર્યાય પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા આવી જાય છે.
પર્યાય તેના ક્ષણિક ઉપાદાનથી થાય છે તેમ પર્યાયને તેના સપણાના ભાવથી જોતાં પર્યાયમાં જે આત્માનાં કર્તાપણાનો ઉપચાર હતો તે નીકળી ગયો અને અકર્તાની પ્રતીત થઈ. અને જાણનારો જ જણાય છે એટલે ઉપાદેયપણે તેજ જ્ઞય થાય છે. અર્થાત્ આ જણાય છે તે હું જ છું' તેવું લક્ષ થાય છે. હવે આમાં (૧) હું જાણનાર છું માટે ઉપચારથી કર્તા નથી. (૨) જાણનારો અભેદપણે જણાય છે તો પરિણામનો ઉપચારથી જ્ઞાતા નથી. વાહ રે! આ સૂત્રના પેટાળમાં ઘણી ગંભીરતા અને ઘણી ગૂઢતા સમાયેલી છે. આ એક સૂત્ર “થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે” આ સૂત્ર તો સમુદ્ર છે. જેમ મરજીવો સમુદ્રના તળિયેથી મોતી લાવે છે તેમ આ સૂત્રરૂપી રત્નાકરનો સમીચીન અભ્યાસ થતાં નૈસર્ગિક ચૈતન્યરૂપીની પરમ સૌંદર્યતા સર્વાગે ખીલી ઉઠે છે.
“એવા ડૂબીએ સાગરમાં, તાગ સમંદ્રનો લઈ લઈએ; અરે! તું પણ ઝંપલાવને આત્મ! મુક્તિ રત્નને લઈ લઈએ; જે વાત ગાથામાં છે તેનું કેવું હૃદય પ્રગટયું છે;
ચૈતન્ય વિલાસમાં આધ્યાત્મિક સત્ કેવું ઝળકયું છે.” ઉપચાર કેમ નીકળે? તેનું મૂળ કારણ બતાવ્યુંજ્યાં સુધી સાપેક્ષતાથી જુએ છે તો ઉપચાર આવે છે. હવે પર્યાયને સપણે જુએ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com