________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XIX
ચૈતન્ય વિલાસ એક સને બીજા સની અપેક્ષા હોતી નથી. નિર્મળ પર્યાય તેના ક્ષણિક ઉપાદાનથી થાય છે તો આત્મા તેનો ઉપચારથી કર્તા છે તેમ ક્યાં રહ્યું.
પર્યાયના પરિણમનમાં ક્રિયાના કારકો સ્વભાવથી જ થયાં કરે છે એટલે નિષ્ક્રિય પરમાત્મા તેનો ઉપચારથી કર્તા થતો નથી. પર્યાયને તેના સત્પણાથી જોતાં આત્મા તેનો ઉપચારથી કર્તા છે તે નીકળી જાય છે. હવે જો પર્યાયનો કર્તા વ્યવહાર પણ આત્માને રાખે તો ભેદઉપચાર ઓળંગાતો નથી. ઉપચારને ઓળંગે ત્યારે જ શુદ્ધોપયોગ થાય છે.
આત્માને વ્યવહાર કર્તાપણું ન લગાડે અને પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનું કારણ પર્યાય છે તેમ જોતાં ઉપચાર લાગુ પડતો જ નથી. હું અકર્તા-જ્ઞાયક છે તેમાં ઉપચાર જ આવ્યો નહીં પરંતુ તેમાં તો શુદ્ધોપયોગ થયો.
સાધકના ઉપચારથી કર્તાપણાને અને જ્ઞાતાપણાને જે આગળ કરે તેને કર્તબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ રહે છે. પણ સાધક કર્તાના ઉપચારને અને જ્ઞાતાના ઉપચારને કેવી રીતે ઉલ્લંઘી જાય છે તે વાતને આગળ કરે તો અજ્ઞાની પણ જ્ઞાની થઈ જાય છે.
અકર્તાનાં લક્ષ કર્તાબુદ્ધિ નશાવનાર; જ્ઞાયકના લક્ષે જ્ઞાતાબુદ્ધિ દૂર કરનાર; અકર્તાનાં આશ્રયે કર્તાનો ઉપચાર છોડાવનાર;
શાયકનાં આશ્રયે જ્ઞાતાનો ઉપચાર પાર કરાવનાર; અભેદ અનુપચાર સ્વરૂપના દાતા, કુંદ પદ્મ કહાનનાં ગંભીરમર્મનાં ઉદ્ઘાટક, ચૈતન્યરસના રસીલા પૂ.ભાઈશ્રી લાલચંદભાઈ. જયવંત વાર્તા જયવંત વર્તો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com