________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
પ્રવચન નં-૬ અનુભવથી જાણ્યું કે ભૂતકાળમાં ય જાણનાર હતો. ભૂતકાળમાં જાણનાર હતો ત્યારે તો અત્યારે જાણનાર છું. જો ભૂતકાળમાં કરનાર હોત અત્યારે કરનાર જ રહેત. પણ એવું તો છે નહીં. કરનાર થયો ન હતો, કરનાર માન્યો 'તો. માન્યો 'તો ત્યારે પણ હું તો જાણનાર જ હતો. હું કરનાર ન હતો, કરનાર બીજો હતો, હું તો જાણનાર એનાથી જુદો હતો. અનુભૂતિથી પ્રમાણ કર્યું કે ભૂતકાળમાં હું જાણનાર હતો.
ભૂતકાળમાં હું જાણનાર હતો કરનાર ન હતો. મારી ભૂલ હતી. એ ભૂલના દોષનું હું પરિહાર કરું છું. હું એ દોષનો નાશ કરું છું. એ દોષ થયો તો એમ આવ્યું ને!? દોષના પરિહાર અર્થે પ્રાયશ્ચિત કરું છું. અરેરે! ભૂતકાળમાં મારી ભૂલ હતી હોં! તેનું પ્રાયશ્ચિત કરું છું. પ્રભુ! મારી ભૂલ હતી હોં! હું તો ભૂતકાળમાંય જાણનાર હતો એનું નામ પ્રાયશ્ચિત છે. જાણનારને કરનાર માન્યો એ ભૂલનું હું પ્રાયશ્ચિત કરું છું. મેં માન્યું 'તું પણ એ મારી માન્યતા ખોટી હતી. પ્રભુ માફ કરો, પોતાનાં પ્રભુને પોતે કહે છે. હું જાણનાર છું કરનાર નથી માસિદ્ધાંત છે.
આ પાંચ ગાથાનું રહસ્ય શોર્ટમાં આવ્યું. “હું જાણનાર છું કરનાર નથી.' કાલે રાત્રિનાં બે વાગ્યે આવી એ વાત. પુદ્ગલ કરનાર છે તેનો અનુમોદક હું નથી ભૂતકાળમાંય પુદ્ગલ કરતો હતો અને વર્તમાનમાંય પુદ્ગલ કરે છે. જ્યાં સુધી મોક્ષ નહીં થાય અને વિકલ્પ ઉઠશે, તો એનો કરનાર પુદ્ગલ છે હું નહીં.
જાણનાર પુદ્ગલ કરનાર. મોક્ષનો કરનાર કોણ? કહે–પુદ્ગલ. કેમકે મોક્ષ કર્મના અભાવપૂર્વક થાય છે માટે એને કર્મકૃત કહ્યું. જાણનારને જાણતાં પુદ્ગલ કરે છે એમ જાણીશ પણ તેને હું અનુમોદન નહીં આપું. એનો ભાર મારા ઉપર ક્યાં છે !? આહાહા ! જાણનાર છે એ નિર્ભર વસ્તુ છે.
આહાહા! હું તો જાણનાર છું. “કરનાર' છું ને એ ભાર છે. સંધ્યા! કરનાર છું ને એ ભાર છે. હું જાણનાર છું તો નિર્ભર થઈ ગયો. આહાહા! મુક્ત થઈ ગયો. મોક્ષ થઈ ગયો.
આહાહા! હું જાણનાર છું કરનાર નથી મહામંત્ર છે. હું તો મુક્ત જ છું એમાં મોક્ષ થઈ જાય છે. નિર્ભર થઈ ગયો. બોજો ઉતરી ગયો. કરવાનો બોજો મારા ઉપર ક્યાં છે? એ બોજો હું રાખતો નથી. એ મારું કામ નથી. એનો બોજો પુદ્ગલ ઉપર છે. એ એને કરશે. કરે તો કરો ! અહીંયા મારે તેની ઉપેક્ષા છે. મોક્ષની પણ કામના નથી.
આપણે શુદ્ધભાવ અધિકારમાં ૪૪ ગાથામાં “નિષ્કામ” શબ્દ છે ને!? મને મોક્ષની પણ કામના નથી. નિગ્રંથ છે, નિષ્કામ છે “શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવાસ્તિકાયને દ્રવ્યકર્મ, ભાવકર્મ, અને નોકર્મનો અભાવ હોવાને લીધે સર્વ દોષ વિમુક્ત છે. શુદ્ધ નિશ્ચયનયથી નિજ પરમ તત્ત્વથી પણ વાંછા નહીં હોવાથી “નિષ્કામ' છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com