________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૨
પ્રવચન નં-૪ નામ નિશ્ચય પ્રતિક્રમણ, એક સમયમાત્ર પણ જીવે કર્યું નથી. નહિતર (એ જીવ) અહીંયાં ન હોય, નિશ્ચય પ્રતિક્રમણ ન થવાનું કારણ?
કે આત્મા અકર્તા છે છતાં એને કર્તા માને છે. તો એ કર્તા કોને કોને એ માને છે? કે આખા વિશ્વના પદાર્થનો પોતાને એ કર્તા માને છે.
પોતામાં અંતરંગમાં વિશ્વ એટલે અનંત ( પ્રકારના) પરિણામ થાય, એનો ય કર્તા અને જગતના (સર્વ) પદાર્થોનો હું કર્તા છું. જ્ઞાતા હોવા છતાં કર્તા માને છે, એ જ સંસાર છે. (આત્મા) ઈ પરિણામનો કર્તા તો નથી, પણ છઠ્ઠી-સાતમા ગુણસ્થાને (ઝૂલતા ) મુનિરાજ હવે પરમાર્થ પ્રતિક્રમણની વ્યાખ્યા કરતા એમ જણાવે છે કે, આ પરિણામનો હું કર્તા તો નથી, પણ આ (થતા ) પરિણામોનો હું જ્ઞાતા ય નથી.
આ પરિણામનો હું કર્તા નથી, માત્ર (સહજ) ચૈતન્યના વિલાસ (સ્વરૂપ) આત્માને જ ભાવું છું. અનેકને કરતો નથી ને (એકરૂપ) આત્માને ભાવું છું !
(હું) અનેકને કરતો નથી પણ અનેકને જાણું છું, પછી એ અનેકને જાણવાનું છોડી, એકને ભાવું છું એમ ન લેતાં (ન કહેતાં), પરિણામનો કર્તા નથી, પણ સીધો હું તો ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું-( એટલે કેએમાં જ એકાગ્ર થઈ જાઉં છું એમ (કહે છે) છઠ્ઠામાંથી સાતમા માં આવવા માટે અને સાતમા માંથી પાછા ન આવવા માટે, પરિણામના જ્ઞાતાપણાનો નિષેધ કર્યો !
જો પરિણામનો જ્ઞાતા થઈ જાય, તો છઠું આવી જાય, ઈ એમને પોષાતું નથી, એમને જાણે અત્યારે આ પંચમકાળમાં શ્રેણી માંડીને કેવળજ્ઞાન લઈ લઉં, એવી ભાવનામાં ને ભાવનામાં નિજભાવને અર્થે આ શાસ્ત્ર લખાણું છે.
(કહે છે) હું કર્તા નથી, શુદ્ધાત્માને ભાવું છું! કર્તા નથી, જાણું છું, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન (સમયસારમાં) લખ્યું છે ને! આહાહા! (મુનિરાજ કહે છે કેઃ) શુદ્ધઉપયોગમય મારી દશા, ને પરિણામને જાણવા જાઉં.તો મને છઠ્ઠ ગુણસ્થાન આવી જાય, (હું તો ) ભેદને કરતોતો નથી પણ, ભેદને જાણતોય નથી અને અભેદને જાણું છું !
એવી અપૂર્વ શૈલી છે આમાં (ગાથા ૭૭ થી ૮૧માં) આખા નિયમસાર ( ગ્રંથમાં) શુદ્ધભાવ અધિકાર ઊંચો, અને એ શુદ્ધભાવ અધિકારમાં ક્યાંય, કોઈ (પણ) ગાથામાં આ રત્નની ગાથા છે એમ લખવાનો ભાવ (મુનિરાજને) ન આવ્યો. (શ્રી નિયમસાર ગ્રંથમાં) આડત્રીસમી ગાથા કે પચાસમી ગાથા બે ય ગાથા ઊંચી (અપૂર્વને અલૌકિક!) પણ ત્યાંય આ ગાથા રત્નની છે એમ ન લખ્યું, પણ પરમાર્થ પ્રતિક્રમણ (અધિકારમાં ) જ્યાં, આ આત્મા છે, એ અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે, ઈ વાત એમણે ત્યાં લખી, બધાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com