________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૧
(બધાં ) અસદ્ભૂત વ્યવહાર ન આવે અને નિશ્ચયનાં ન આવે તો એના વડે એનો વ્યવહારનો નિષેધ કરજે. આહા ! નિર્દયપણે વ્યવહારનો નિષેધ કરજે.
જામનગર ઓડિયો કેસેટ-પ્રવચન નં. ૧૬
તા. ૧૨-૯-૮૯
કે આત્માનો સ્વભાવ કેવળ-માત્ર જાણનાર-દેખનાર છે જ્ઞાતા છે પણ કર્તા નથી, એ કર્તબુદ્ધિ જેને છૂટે, તેને સમ્યક્દર્શન પ્રગટ થાય.
:
આત્મા અકર્તા હોવા છતાં, સ્વભાવથી જ્ઞાતા હોવા છતાં, પોતે પોતાની મેળે પરભાવ અને પરદ્રવ્યનો હું કર્તા (કરનારો) છું એ બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાંસુધી તેને સમ્યગ્દર્શન થવાનું નથી. કેમકે આત્માનો સ્વભાવ ‘ કરવું’ એ નથી, પણ ‘જાણવું’ સ્વભાવ છે. પરિણામ સ્વયં થાય છે, સ્વયં થતા પરિણામને કોણ કરે! અને પરિણામ તેના કાળે ન થવાના હોય, તેને કોણ કરે? માત્ર...થતા પરિણામને કે જે પરદ્રવ્યસ્વરૂપ છે, તેને માત્ર જાણે, જાણે ને જાણે, એ પણ આત્માને જાણ્યા પછી (આત્માને જાણતાં જાણતાં) જાણે ! આત્માને જાણવાનું છોડીને જે (પરિણામને) જાણવા રોકાય, તો પણ એને કર્તબુદ્ધિ લાગુ પડે છે. એ જ્ઞાતા ન
થાય.
આહા ! કર્તાબુદ્ધિ અને કર્તાનો ઉપચાર બેયમાં ફેર છે. જેને પરિણામમાં કર્તૃત્વબુદ્ધિ છે એ તો મિથ્યાદષ્ટિ છે. (પરંતુ ) કર્તબુદ્ધિ છૂટી, અને સમ્યક્દર્શનજ્ઞાન ચારિત્રનાં પરિણામ, નિર્વિકારી વીતરાગી પરિણામ થાય, સાધક છે ત્યાં સુધી એ પરિણામનો આત્મા ઉપચારથી કર્તા છે એવો વ્યવહાર આવે; નિશ્ચયથી તો પરિણામનો કર્તા પરિણામ છે પણ પોતે તે ભાવે પરિણમે છે, એમ ગણીને એ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનાં નિર્મળ વીતરાગી પરિણામનો કર્તા આત્માને ઉપચારથી કહેવામાં આવે છે. એ ઉપચાર પણ સાધક રહે છે ત્યાં સુધી ઉપચાર છે, પણ જ્યારે એ જ અંતરાત્મા પરમાત્મા થવાની તૈયારીમાં આવે છે, ત્યારે કર્તાપણાના ઉપચારને પણ છોડે છે-ઓળંગે છે શુદ્ધ આત્મામાં લીન થતાં તે સાધક અવસ્થાનો વ્યય થઈ, પરિપૂર્ણ સાઘ્ય અવસ્થા મોક્ષની પ્રગટ થાય છે.
કર્તાબુદ્ધિથી મિથ્યાત્વ છે. કર્તાના ઉપચારથી સાધક રહે છે, પણ સાધ્યની પ્રાપ્તિ થતી નથી...શુ કહ્યું ? આહા...! દશલક્ષણીપર્વ, મોટા દિવસે સારીને ઊંચી જ વાત હોય ને! આહા...હા ! પ્રયોજનભૂત વાત છે.
પરિણામને અહીંયાં પરદ્રવ્ય કહ્યું તો પરિણામ પદ્રવ્યપણે પ્રગટ થાય છે એનો આત્મા કર્તા ન હોઇ શકે. ૫૨દ્રવ્યનો કર્તા પ૨દ્રવ્ય છે પણ સ્વદ્રવ્ય નથી છતાં પણ હું પરિણામને કરું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com