________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
પ્રવચન નં-૧૬ છું એમ જેની બુદ્ધિ (અભિપ્રાય) છે, એ પરદ્રવ્યનો કર્તા થઈ ગયો! એટલે મિથ્યાદષ્ટિ બની જાય છે.
પણ...જ્યારે ભેદજ્ઞાન કરે, પરદ્રવ્ય અને સ્વદ્રવ્યનું પરિણામને પરદ્રવ્ય જાણવા અને ભગવાન આત્માને સ્વદ્રવ્ય જાણવો-એમ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિભાગ કરી (પરિણામની ) કર્તા બુદ્ધિ છોડી અને એની જ્ઞાતા બુદ્ધિ પણ છોડી અને અંદરમાં જ્ઞાયકની સન્મુખ થાય છે આત્મા, ત્યારે તો તેને આત્માનો અનુભવ થાય છે.
આહાહા! પહેલાં તો કબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ બેય છૂટે ત્યારે સાધક થાય. કર્તબુદ્ધિ છૂટે ને જ્ઞાતાબુદ્ધિ રહી જાય પરદ્રવ્યમાં, (તોપણ ) સમ્યફદર્શન ન થાય.
આ આત્મા કેવળ જ્ઞાતા છે, કથંચિત્ કર્તા ને કથંચિત્ જ્ઞાતા, એવું જ્ઞાયકભાવમાં નથી. જે જાણે છે તે કરતો નથી ને જે કરે છે તે જાણતો નથી.
करै करम सौई करतारा, जो जानै सौ जाननहारा।
जो करता नहि जानै सोई, जानै सो करता नहीं होई।। કર્તા છે તે જ્ઞાતા નથી ને જ્ઞાતા છે તે કર્તા નથી–બે વિભાગ છે. આહાહા ! એ ગાથા ચાલે છે ને આપણે, અકારકની ગાથા ચાલે છે. “પરમાર્થ પ્રતિક્રમણ” (અધિકારમાં) આચાર્ય ભગવાન (દર્શાવે છે ) મારો આત્મા કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી ને કારણ પણ નથી, કોનો? કે પરિણામ જે થાય તેનો.
પરિણામ જે પ્રગટ થાય છે એનો હું કર્તા, કારયિતા, અનુમોદક નથી કે હું એનું કારણ નથી, અકારક ને અકારણ પરમાત્મા હું છું! આહા! એ કર્તબુદ્ધિ છોડ ને જ્ઞાતાબુદ્ધિય છૂટે, ત્યારે તો એને સમ્યક્દર્શન થાય. પછી સવિકલ્પ દશામાં આવ્યા તો નિર્મળ પરિણામ તો પ્રગટ થયા કરે છે, તો એને કર્તાપણાનો ઉપચાર આવે છે. અને પરિણામને જાણે છે એવો પણ ઉપચાર સવિકલ્પદશામાં આવે છે. એનું નામ સાધક છે.
આહાહા! કર્તબુદ્ધિ તો બાધક છે. (પરિણામની) કબુદ્ધિ ને જ્ઞાતાબુદ્ધિ જાય તો સાધક થાય અને નિર્મળપરિણામે પરિણમે, તો એનો કર્તા છેઆત્મા એવો ઉપચાર આવે ! અને પરિણામને જાણે છે-તે તે કાળે જાણેલો ( જણાયેલો ) પ્રયોજનવાન, એ ઉપચાર આવે ! ઉપચાર એ બે ઉપચાર આવે ત્યાં સુધી મોક્ષ (સાધ્યદશા) નહીં થાય!
શું કહ્યું! આ તો પૂરી વાત અત્યારે સમજી લેવા જેવી છે. મોક્ષ જેનો થવાનો છે એને શ્રેણી આવે કે ન આવે? આહા...હા! મોક્ષનું શું સ્વરૂપ છે એ મોક્ષ થવા પહેલાં (ધ્યેય, સાધ્ય ને મોક્ષમાર્ગ) એનાં વિચારો પ્રથમથી જ આવે. આહાહા! શું કહ્યું? અનાદિકાળથી આત્મા સ્વભાવે જ્ઞાતા હોવા છતાં પોત-પોતાની મેળે પરદ્રવ્યનો હું કર્તા છું-પરિણામનો હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com