________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૩૧ કર્તા છોને? રહેવા દે...રહેવા દે! એ વ્યવહારે અમને ખટકે છે. કેમકે એમાં સવિકલ્પ દશા લંબાઈ જાય છે. અને એ ખટકતાં ફરીથી નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે.
ઉપયોગમાં અકર્તા આવવું જોઈએ ત્યારે શુદ્ધોપયોગ થાય છે. જ્ઞાનમાં ઉપચારથી કર્તા આવે છે એ મચક છે. તેથી ઉપયોગમાં અકર્તા આવવો જોઈએ. અકર્તા છે એ અકર્તા આવવો જોઈએને? સવિકલ્પદશામાં કર્તાનો ઉપચાર આવ્યો, તો ઉપચાર ને સવિકલ્પદશા બેય ખટકી. ફરીથી અંદર જતા રહે છે.
કાલે એમ વિચાર આવ્યો કે: શ્રેણી આવશે ત્યારે વાર નહીં લાગે. આવવાનો ટાઇમ ગમે ત્યારે હોય એ આપણને ખબર નથી. (શ્રોતા-શ્રેણી માંડવામાં ટાઈમ નહીં લાગે.) આ બહુ ઊંડી વાત છે. આ કોની સાથે ચર્ચા કરવી?
આહા! ઉપચારનો નિષેધ કરવા માટે એને અકર્તાનું હથિયાર ફરી લેવું પડ્યું. કર્તા નથી કહેવું પડયું, લખવું પડયું કર્તા નથી. આપ અકર્તા તો થઈ ગયા છો, ફરીથી કર્તા નથી એમ કેમ લખવું પડયું આપને? કહે–અમારા ઉપર કર્તાપણાનો આળ આવતો હતો અને વ્યવહારથી કર્તા એ ખટકતું હતું. અકર્તા દ્રષ્ટિમાં નિરંતર ઊર્ધ્વપણે વર્તતો હતો એટલે એમને ખટકે જ ને? જેને ખટકતું નથી અને દૃષ્ટિ નથી અને દૃષ્ટિવંતને ઉપચાર ખટકે છે. અને એ ખટકે છે ત્યાં તો ઉપયોગમાં અકર્તા આવી જાય છે. અકર્તાનાં લક્ષે પાછો અભેદ અનુપચાર થઈ જાય છે.
મુનિરાજને તો અકર્તા તરવરે છે. (શ્રોતા-અકર્તા રહે છે અને થોડે જરા ઉપયોગ બહાર ગયો તેમાં કર્તા કહેવા લાગ્યા? આહા ! અમે તો અકર્તા છીએ.) કર્તાનો આરોપ કહો કે ઉપચાર કહો તે ખટક્યો કેમકે અકર્તા છે ને માટે આરોપ ખટકે છે. (કર્તાનો આરોપ આપ્યોને? વાસ્તવમાં તો અકર્તા છે ને?) આરોપ તો ખટકેને? એવો તો હું છું નહીં, હું ત્રિકાળ અકર્તા છું. એ વ્યવહારનય કહેવા માંડી અને ઉપચારથી કર્તા છે. તે વ્યવહારનયનું વાક્ય સાંભળી, અરે! વ્યવહારનય સઘળોય અભૂતાર્થ છે એવું હું કહેનાર, અને પાછી તું ઉભી થાય છે મને કહેવા માટે! ચાલ ભાગી જાઃ ભાગી જા.
જે આસન્નભવ્ય જીવ! નિકટભવી જીવ હશે એને અકર્તા બેસી જશે. કર્તબુદ્ધિ છૂટી જશે અને વ્યવહાર કર્તાનો આરોપ આવશે એ ટકવાનો નથી હવે, એ ટકશે નહીં. નિષેધ કરી દીધોને?
પંકજ ! એ જ્યારે ગુરુદેવે વ્યાખ્યાનમાં કહ્યું કે ખરેખર શુદ્ધ પર્યાયનો ઉપચારથી પણ કર્તા નથી ત્યારે એટલો પ્રમોદ આવ્યો...એટલો પ્રમોદ આવ્યો કે પ્રમોદમાં ને પ્રમોદમાં પા એક કલાક પછી જ્યાં ગુરુદેવનો ઉતારો હતો ત્યાં પ્રમોદ જાહેર કરવા જાઉં છું; મનમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com