________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭ અવ્રતનું પ્રતિક્રમણ પણ કરી લે!
અને..... પછી સર્વથા પ્રકારે અકષાયનું પ્રતિક્રમણ તો શ્રેણી માંડતા આવશે, અને ચૌદમું ગુણસ્થાન આવતાં યોગનું એટલે કે સર્વથા પરમાર્થ પ્રતિક્રમણ થઈ જશે. એમ પ્રતિક્રમણના ચાર ભેદ છે. એમાં આંહીયાં આપણે, સર્વજ્ઞભગવાને પ્રત્યક્ષ જાણીને-દેખીને, દિવ્યધ્વનિમાં આવ્યું છે એ સંતોએ અનુભવ્યું છે કે બધાંને આત્માઓ સ્વભાવે અકર્તા છે. કેમકે આના (ગાથા-૭૭ થી ૮૧ના) મથાળામાં એમ કહ્યું છે. “અહીં શુદ્ધ આત્માને”, એટલે બધાં આત્માઓ સ્વભાવ-શક્તિએ અનાદિ-અનંત શુદ્ધ છે. આત્મા અશુદ્ધ ભૂતકાળમાં થયો નહોતો, વર્તમાનમાં આત્મા અશુદ્ધ થતો નથી, ભાવિ કોઈ કાળમાં પણ આત્મા અશુદ્ધ થઈ શકશે નહીં. આત્માનું શુદ્ધપણું છૂટીને અશુદ્ધપણું થાય, એ વાત ત્રણ કાળમાં બને એમ નથી (એ અશક્ય છે.) છતાં પણ આત્મા પોતાના આવા અકર્તાસ્વભાવને છોડીને (–ભૂલીને) જ્ઞાનમાંથી ને શ્રદ્ધામાંથી ભ્રષ્ટ થઈને, આત્મા અકર્તા (સ્વભાવે) હોવા છતાં પણ જે (એને) કર્તા માને છે, એને મિથ્યાત્વ નામનો દોષ થાય છે.
એ અકર્તાસ્વભાવને અંતર્મુખ થઈને દૃષ્ટિમાં ભે, તો એને મિથ્યાત્વના પરિણામ છૂટે ત્યારે તેને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું કહેવામાં આવે છે. સમ્યકદર્શનના કાળમાં-(આત્માના) અનુભવના કાળમાં મિથ્યાત્વના પરિણામ-કર્તબુદ્ધિ છૂટી જાય છે. કર્તાનય રહે છે પણ કર્તબુદ્ધિ (-મિથ્યા અહંકાર) છૂટી જાય છે. કર્તાબુદ્ધિ શ્રદ્ધાનો દોષ છે, અને શ્રદ્ધાનો દોષ ગયા પછી, કરવાનો વિકલ્પ ઊઠે છે, સાધક-જ્ઞાનીને એને કર્તાનય કહેવામાં આવે છે.
(કહે છે કે:) “અહીં શુદ્ધ આત્માને સકળ” સર્વ પ્રકારના પરિણામનો આત્મા અકર્તા છે. “એમ સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” (એટલે કે) અકર્તા છે. આત્મા, એમ દર્શાવવામાં આવે છે. હું અકર્તા છું તેથી હું જ્ઞાયક છું ને જ્ઞાયક હોવાથી જ્ઞાયકનો જ નિશ્ચય જ્ઞાતા છું—એમ જ્ઞાયકનો જ જ્ઞાતા અંતર્મુખ થઈને અનુભવના કાળમાં જ્ઞાયકનો જ જ્ઞાતા થાય છે ત્યારે તેનામાં સ્વપરપ્રકાશકશક્તિ ખીલી ઊઠી હોવાથી, તેને વ્યવહારે સ્વપરપ્રકાશક પણ કહેવામાં આવે!
“સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખ” સત્તા એટલે જેનું અસ્તિત્વ ત્રણે કાળ છે, છે ને છે. અવબોધ એટલે જ્ઞાન ને પરમચૈતન્ય એટલે જેમાં ચૈતન્યના ભેદમાં દર્શન પણ સમાય જાય છે અને સુખ... સુખની અનુભૂતિમાં લીન-અનુભૂતિ એટલે ત્રિકાળ આત્માનો જે આવો સ્વભાવ છે-જેમાં એનાં સ્વભાવભાવો ત્રણે કાળ રહેલાં છે. તેને લીન કહેવામાં આવે છે–આત્મા આવા સ્વભાવમાં રહેલો છે.
(કહે છે ) એવા વિશિષ્ટ આત્મતત્ત્વને-ખાસ પ્રકારના આત્માના સ્વરૂપને, ખાસ પ્રકાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com