________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૮
પ્રવચન નં-૨
કેમ કહ્યું ? કે આત્મામાં સુખ એ અસાધારણ એનો સ્વભાવ છે, ચૈતન્ય એનો અસાધારણ સ્વભાવ છે, અવબોધ ને સત્તા એકલી સત્તા નહીં, એકલી સત્તા ( –હોવાપણું ) તો પુદ્દગલને પણ લાગુ પડે છે તેથી તેમાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, એ દોષના નિવારણ અર્થે સત્તા પછી અવબોધ-૫૨મચૈતન્ય ને સુખ, (આદિ ) એવા આત્માના જે ત્રિકાળીગુણો છે, જે ગુણીમાં રહેલાં ગુણો છે. અરે! એ ગુણમય છે. પણ ગુણી (એવો જે અભેદાત્માને ) ઓળખતો નથી એને ગુણભેદ કરીને સમજાવવાનો ને સામા જીવને સમજવાનો સ્વકાળનો પર્યાય હોય, ત્યારે જ્ઞાનીની વાણી છૂટે છે.
અને (સમજના૨ ) શ્રોતા, એ ભેદવાળા (કથન ), એ ભેદનું લક્ષ છોડીને, ભેદ દ્વારા અભેદનું અનુમાન કરીને, ભેદનું પણ લક્ષ છોડીને, અભેદનું–એકલા અભેદનું અનુમાન કરીને અનુમાનમાં નિર્ણય કરીને, એનાં પક્ષમાં આવીને, એ આત્મા (નયપક્ષના) વિચાર છોડીને, એ નિર્વિકલ્પઅવસ્થામાં (નિજ) આત્માનો અનુભવ કરે છે. ત્યારે ( એ આત્મા ) સ્વભાવે અકર્તા હતો તે પર્યાયમાં પણ પ્રત્યક્ષપણે અકર્તા બની જાય છે. (સામાન્ય જેવું વિશેષનું પરિણમન થાય છે) એને વીતરાગી પ્રતિક્રમણ કહેવામાં આવે છે. વીતરાગભાવનું નામ પ્રતિક્રમણ છે, શુભભાવનું નામ વ્યવહાર પ્રતિક્રમણ છે, એ વિષકુંભ છે ઝેરનો ઘડો છે, એમ સમયસારમાં કહ્યું છે.
“એવી સુખની અનુભૂતિમાં લીન ” એટલે સુખસ્વરૂપ જ્ઞાનને આનંદની મૂર્તિ ભગવાન આત્મા, “ એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ”- ખાસ પ્રકારના આત્માના સ્વરૂપને ગ્રહનારા ( એટલે કે) ગ્રહણ કરનારા-જાણનારા-અનુભવ કરનારા અવા “ શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે ”–શું કહ્યું ? કે આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનને આનંદનો પૂંજ છે, એવો જે શુદ્ધ આત્મા, એનો અનાકુળ આનંદને જ્ઞાનનો પર્યાય-અતીન્દ્રિયજ્ઞાનનો પર્યાય એ આત્માની અભિમુખ થાય છે કે જેનો વિષય દ્રવ્ય સામાન્યમાત્ર ઉપાદેયપણે છે એવા જ્ઞાનના પરિણામને શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. એ જ્ઞાનના વ્યાપારમાં શુદ્ધઉપયોગમાં, પોતાનો શુદ્ધ આત્મા જ એક આત્માને ઉપાદેય છે, એવો ભેદપણ છોડીને, જયારે આત્મા પોતાના અતીન્દ્રિયજ્ઞાન દ્વારા ઉપાદેયપણે શુદ્ધદ્રવ્યને ગ્રહે છે-જાણે છે પ્રત્યક્ષ અનુભવે છે (અભેદપણે ) એવા જ્ઞાનનાં પરિણામને શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે કેવળ જાણવાનું નહીં પરંતુ ઉપાદેયપણે જાણવાનું પ્રયોજન છે. કેવળ દ્રવ્યને જાણવું ને કેવળ પર્યાયને જાણવું એમ નહીં, પણ ( આત્મ ) દ્રવ્યને ઉપાદેયપણે જાણવું, અને કેવળ પર્યાયને જાણવું એમ નહીં, પણ પર્યાયને ઉપેક્ષારૂપે જાણવું, એવા આત્માને શુદ્ધઉપયોગની દશાને પરમાત્મા પ્રતિક્રમણ કહે છે.
આ પ્રતિક્રમણ એક સમય માત્રનું જો થયું-એ આત્માને અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com