________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
પ્રવચન નં-૩ અભિપ્રાય મારે નથી.”
મનુષ્ય અને તિર્યંચ બે લીધા. દેવ ને નારકી ન લીધા, સમજી ગયા? એમાં આ બે ને ઔદારિક શરીર છે ઓલા બે ને વૈક્રિયીક શરીર છે. આ ઔદારિક શરીર જે છે તે નાનું-મોટું વૃદ્ધ-યુવાન, સ્થૂલ-કૃશ, જાડું-પાતળું એવા અનેક પ્રકારના દેહની સ્થિતિ પલટાય છે (ફેરફાર થાય છે) એ મારા સ્વભાવભાવમાં નથી. તેથી એ ભાવનો હું કારણ નથી ને એનો કર્તા પણ નથી, કારયિતા પણ નથી અને કર્તાનો અનુમોદક પણ નથી. એને પુદ્ગલ કર્મ કરે છે. કોણ કરે છે એ વાત આગળ કહેશે. તો આ બધા ભાવોને કોણ કરે છે? કે પુલકર્મો એને કરે છે, એનો કર્તા પુદ્ગલકર્મો છે, હું એનો કર્તા નથી, હું પુદ્ગલ કર્મ પાસે કરાવનાર પણ નથી, પુદ્ગલકર્મો કરે છે ઈ મારા જાણવામાં છે પણ હું એને અનુમોદન આપતો નથી.
બધા, પરિણામોનો કર્તા પુદ્ગલદ્રવ્ય છે, એમ કહે છે, હું અકર્તા છું! પરિણામ તો છે તો એનો કર્તા કોણ છે? કે એનો કર્તા પુદ્ગલદ્રવ્ય છે. કેમ કે પુદ્ગલદ્રવ્યના ઉદયે આ ભાવો થાય, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવો તેની અપેક્ષાથી થાય છે તેથી એનો કરનારો એ છે, હું એનો કરનારો નથી, હું તો સાક્ષી છું. હું તો કેવળ માત્ર જ્ઞાતાદ્રષ્ટા-સાક્ષી રહું છું! હું એની રચના કરું, એ મારો સ્વભાવ નથી.
( શ્રોતા ) એટલે મનુષ્ય ને તિર્યંચ (એની જ વાત છે? )
(ઉત્તર) એનાં જ શરીરની એ બધી સ્થિતિઓ (અવસ્થાઓ) થાય છે. બાળયુવાન-સ્થવિર કે વૃદ્ધાવસ્થાદિ એવો ફેરફાર દેવ ને નારકીઓમાં નથી. એ તો જેવાં જન્મ્યા એવું ને એવું શરીર રહે! જન્મે છે ને એમ ને એમ શરીર રહે મરે ત્યાં સુધી. એનાં શરીર નાનાં-મોટાં ન થાય, એક ઇંચ વધે નહીં કે ઘટે નહીં. જેવડું શરીર હોય એવડું ને એવડું શરીર રહે. એ જે શરીર છે તે ગર્ભમાંથી નથી જન્મતું એનો સીધો જન્મ ઉત્પાદનૈયામાંથી થાય છે. કાયમ એવું ને એવું–વૃદ્ધઆદિ (વયકૃત) ફેરફાર ન થાય. દેવોને છ મહિના પહેલાં એનાં કંઠમાં રહેલી માળા સુકાય (કરમાવા લાગે ) તેથી તેને થાય કે હવે મારું મોત થવાનું છે. મોતની એ રીતે ખબર પડે!
(શ્રોતા ) બધાને એ રીતે થાય? (ઉત્તર) ના, બધાને નહીં, દેવો અને નારકી વયકૃત કોઈ એમાં ફેરફાર નથી થતો, પણ તિર્યંચ ને મનુષ્યમાં વયકૃત ફેરફારો થાય છે. ઊંમરને કારણે ફેરફારો થાય છે. (શ્રોતાઃ) નરકમાં (નરકના જીવોને) ખબર પડે કે છે મહિના પહેલાં ? (ઉત્તર) ના. (નારકીઓને નહીં ) પણ દેવોને ખબર પડે!
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com