________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૨
પ્રવચન નં-૧૪ આત્માને ભાવું છું. આ બધા આત્માનાં વિશેષણ છે. આત્મા સહજ છે, સ્વાભાવિક છે, અકૃત્રિમ છે, ચૈતન્યનો જ જેમાં વિલાસ છે એવા આત્માને જ ભાવું છું. ભાવું છું એટલે ? અનુભવું છું. એટલે અંદરમાં જઈને શુદ્ધોપયોગની ભૂમિકામાં આવી જાય છે.
હું તિર્યંચ પર્યાયને કરતો નથી ઉપર આવ્યું હતું ? “હું તિર્યંચ પર્યાયનાં કર્તૃત્વ વિહિન છું એમ આવ્યું હતું ને? હું તિર્યંચ પર્યાયને કરતો નથી, એટલે તિર્યંચ પર્યાયને યોગ્ય જે માયા મિશ્રિત અશુદ્ધ પરિણામ એ માયાચારીનાં પરિણામનો હું કરનાર નથી. તેને મેં ભૂતકાળમાં કર્યા નથી, વર્તમાનમાં કરતો નથી, અને ભાવિકાળે કરીશ નહીં. પણ અહીંયાં પ્રતિક્રમણની વાત છે એટલે ભૂતકાળમાં એ ભાવ મેં કર્યા નથી. ભૂતકાળનું પ્રતિક્રમણ કરે છે.
ભૂતકાળમાં એનો કરનાર બીજો તો હું ન હતો, એનું અત્યારે મને ભાન થયું. ભૂતકાળમાં નારક પર્યાય ગઈ તેને યોગ્ય જે આરંભ પરિગ્રહનો ભાવ હતો એનો ભૂતકાળમાં કર્તા નથી. એ ‘મિચ્છામિ દુક્કડમ્' એ મિથ્યા હો! એ ભૂતકાળનાં ભાવો મને મિથ્યા હો! એનો કરનારો હું છું તેમ અત્યારે મને ભાસતું નથી. ભૂતકાળમાં મેં કર્યું ન હતું તેનો કરનારો પુદ્દગલ હતો તેમ મને અત્યારે ભાન થયું છે. ભૂતકાળમાં હું કરતો હતો તો પ્રતિક્રમણ ન થાય. ભૂતકાળમાં એ ભાવ મેં કર્યાં જ ન હતા એ અજ્ઞાન ‘મિચ્છામિદુક્કડ્મ '. ભૂતકાળના ભાવો સર્વે મિથ્યા હો ! “હું તો ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.
“હું મનુષ્ય પર્યાયને કરતો નથી” એટલે મનુષ્ય પર્યાયને યોગ્ય જે ભાવ (ભાવકર્મ) તેનો હું કરનાર નથી, કરાવનાર નથી અને કર્તાને અનુમોદતો નથી. આ ૫રમાર્થ પ્રતિક્રમણ છે તે મુનિને યોગ્ય પરમાર્થ પ્રતિક્રમણની વાત છે. મિથ્યાદષ્ટિને પણ આ પ્રકારે મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ અને સમ્યક્દર્શન થાય છે. વિધિ એક જ છે. મિથ્યાત્વના પ્રતિક્રમણની, અવ્રતના પ્રતિક્રમણની, કષાયના પ્રતિક્રમણની વિધિ આ એક જ પ્રકારે છે. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” માત્ર જાણનારો જણાય છે. દેખનારો દેખાય છે બીજું કાંઈ દેખાતું નથી.
“હું દેવ પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું” ચારની વાત થઈ.
હવે ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનના ભેદો છે તેને હું કરતો નથી, કરાવતો નથી, અને પુદ્દગલ કર્મ તેને કરે છે તેને હું અનુમોદન કરતો નથી, “સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” આ વિકલ્પ આવે છે તે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે. ઉ૫૨ની ત્રણ લીટી આના અનુસંધાનમાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com