________________
૫૬
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૪
આત્મા જ્યાં સુધી (કરવાનું) માને છે ત્યાં સુધી કર્તૃત્વ જાય નહીં, ભગવાન આત્મા ( પરિણામ માત્રથી ભિન્ન છે-પરિણામ દ્રવ્યમાં નથી ને દ્રવ્ય, પરિણામમાં નથી. દ્રવ્યને પરિણામ અડતાં નથી-સ્પર્શતા નથી! હવે, જે જેમાં અડે નહીં તો કરે ક્યાંથી એને ? એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નાસ્તિરૂપ છે, તો બીજા દ્રવ્યમાં પ્રવેશ નથી માટે એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામનો કર્તા નથી, એમ પરિણામની નાસ્તિ છે દ્રવ્યમાં ! સામાન્યમાં વિશેષનો અભાવ છે.
એ સામાન્ય તત્ત્વ વિશેષમાં પ્રવેશી શકતું નથી-જાતું નથી, એનો કર્તા બનતું નથી. (પર્યાયના ) ષટ્કા૨કથી પર્યાય પ્રગટ થાય છે.
(પરિણામનો ) કર્તા છું, કર્તા છું એ સંકલ્પ છે, કર્તા છું પરિણામનો એ મિથ્યાત્વનો દોષ છે-અને હું કર્તા નથી ઈ વ્યવહારનો પક્ષ છૂટયો ને હું અકર્તા છું એવો જે વિકલ્પ,–જે નિશ્ચયનયનો પક્ષ, એ અનંતાનુબંધીનો કષાય છે,
( શ્રોતાઃ ) એમાંય કર્તાબુદ્ધિ આવી ભાઈ !
(ઉત્ત૨:) કેમ કે હું અકર્તા છું એવો વિકલ્પ હજી નયપક્ષનો ઊઠે છે ત્યાં સુધી અનુભવ ન થાય. એક સંકલ્પ (નો દોષ) ને એક વિકલ્પ (નો દોષ ) : પરિણામનો કર્તા છું એ સંકલ્પ ને હું અકર્તા છું એ વિકલ્પ છે કેમ કે અકર્તા તો એનું સ્વરૂપ છે એટલે સંકલ્પ નથી એટલે શ્રદ્ધાનો દોષ નથી અને આ તો (સંકલ્પમાં તો) શ્રદ્ધાનો દોષ આવી ગયો રાગનો કર્તા છું એવી માન્યતામાં તો શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થયો, પણ અકર્તા તો આત્માનું સ્વરૂપ છે (તેથી ) નિશ્ચયનયનો પક્ષ છે (અર્થાત્ ) નયપક્ષ છે. (આમાં ) શ્રદ્ધાનો દોષ લાગતો નથી મિથ્યાશ્રદ્ધા તો ગળવા માંડે છે પણ નયપક્ષનો વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ નથી– (અનુભૂતી નથી ) પછી, જ્ઞાયકમાં દૃષ્ટિ ગઈ ! કર્તા-અકર્તા નો જ્ઞાતા !
જીવ, કર્તા છે કે ભોક્તા ? આહા...હા ! કર્તા-ભોક્તા હો કે ન હો, જીવ તો જ્ઞાનસ્વરૂપ-ચેતનસ્વરૂપ-ચિદ્દસ્વરૂપ છે (શ્રોતાઃ ) સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ! (ઉત્ત૨: ) અહીં કહે છે) સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું આહાહા ! આત્મા કેવો ? કે સહજ ચૈતન્યનો વિલાસ એવો જે સ્વભાવ, એને જ હું ભાવું છું એટલે એમાં જ હું લીન થઈ જાઉં છું, એનું નામ,,,,, ‘૫૨માર્થ પ્રતિક્રમણ ' છે. ત્યાં કોઈપણ પ્રકારનો કર્તાબુદ્ધિનો તો વિકલ્પ નથી. પણ કર્તાબુદ્ધિના નિષેધનોય વિકલ્પ નથી-અકર્તા એવો વિકલ્પ પણ નથી. હું પરિણામનો કર્તા નથી એવો વિકલ્પ નથી, હું પરિણામનો જ્ઞાતા છું એવો વિકલ્પ નથી, હું અકર્તા છું એવો વિકલ્પ નથી (નિર્વિકલ્પ! નિર્વિકલ્પ !) હું સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. સીધા છઠ્ઠા ગુણસ્થાનમાંથી સાતમામાં અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com