________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૪૮
પ્રવચન નં-૧૨ એટલે દષ્ટિ અપેક્ષાએ તો હું અકર્તા થયો હતો, અને ચોથા ગુણસ્થાને કર્તાબુદ્ધિનો ત્યાગ થઈ ગયો હતો.
હવે જે આ શુદ્ધ પર્યાય છે એનો ઉપચારથી કર્તા છે એવું કર્તાપણું જે આવતું હતું જ્ઞાન અપેક્ષાએ, દષ્ટિ અપેક્ષાએ તો કર્તાપણું આવતું જ નથી પણ, જ્ઞાન અપેક્ષાએ કર્તાપણું આવતું હતું કે નિશ્ચય રત્નત્રયના પરિણામને આત્મા કરે છે, વ્યવહાર રત્ન- ત્રયના પરિણામને આત્મા કરતો નથી, મોક્ષમાર્ગને કરે છે એવું જે જ્ઞાનપ્રધાન કથનમાં કર્તાપણું આવતું 'તું એ કહે છે કેઃ જ્ઞાનપ્રધાન કથનમાં પણ કર્તાપણું આવ્યું ને! એ કર્તાપણાને છોડીને એ વ્યવહારમાં આવ્યો હતો તો આટલો ઉપચાર આવ્યો હતો, એ કર્તાપણાના ઉપચારને છોડે છે તો શુદ્ઘ ઉપયોગ થઈ જાય છે.
જો એટલું કર્તાપણું રહે છે તો છઠ્ઠું ગુણસ્થાન આવે છે. તેમાં કર્તાપણાનો ઉપચા૨ આવે છે. પણ..કર્તાનો ઉપચાર આવ્યોને એ એને ખટકયું કેમ કે કર્તા નથી. છે અકર્તા અને વ્યવહારનયે કર્તા કહ્યો. વ્યવહારનય કર્તા કહે છે. એ વ્યવહારનય જૂઠ્ઠી વાત કરે છે. હું કર્તા નથી મારા ઉપર આરોપ કેમ આપે છે? કેમ કે હું તો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા કર્તા ન હોય. નિષ્ક્રિય હોય એ ક્રિયા ન કરે. અકર્તાનું કોઈ કર્મ ન હોય, છતા અકર્તા આ કર્મને કરે છે
એવો જે વ્યવહારનયનો આક્ષેપ આવ્યો આરોપ આવ્યો એ જ્ઞાન પ્રધાન કથન છે. દૃષ્ટિ અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાને અકર્તા થઈ ગયો છે એમાં તો કોઈ સવાલ જ નથી. પણ જ્ઞાન અપેક્ષાએ સાધક આત્મા અતીન્દ્રિયજ્ઞાનને કરે છે અને આનંદને ભોગવે છે, એ વ્યવહારનયનું કથન છે. આહાહા ! વ્યવહારનય કહે છે એ મને મંજૂર નથી. હું એ વ્યવહારનો પણ સ્વીકાર કરતો નથી. તે સદ્ભૂત વ્યવહાર ભલે હો! પણ તે વ્યવહા૨ છે ને? કેમ કે અકર્તાને કર્તા કહેવો એ વ્યવહાર થઈ ગયો. અને અકર્તાને કર્તા માનવો એ મિથ્યાત્વ થઈ ગયું.
અકર્તાને કર્તા માનવો એ મિથ્યાત્વ થઈ ગયું. અકર્તાને કર્તા કહેવો એ વ્યવહાર, એ જ્ઞાનીને લાગુ પડે છે. જ્ઞાની હવે તેનો નિષેધ કરે છે. કર્તાપણાનો વ્યવહાર ખટકે છે તેથી તેનો નિષેધ કરે છે. ઉપચારથી પણ કર્તા કહેવો એ ખટકે છે. કેમ કે ઉપચારથી પણ આત્મા કર્તા નથી. શુદ્ધ પર્યાયનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી એમ જયપુરમાં આપણા ઉપકારી ગુરુદેવે કહ્યું.
આહાહા! આ કર્તાપણાનું ઝેર નીકળવું બહુ મુશ્કેલ છે. કોઈને કોઈ અપેક્ષાએ.. નિશ્ચયથી કર્તા ન હોય તો કાંઈ નહીં વ્યવહારે તો કર્તા ખરો કે નહીં? પરિણમે છે માટે કર્તા ખરો કે નહીં ? કેઃ આત્મા પરિણમતો જ નથી તે તો અપરિણામી છે. અહીં સુધી ન પહોંચે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com