________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૯ ત્યાં સુધી હાથમાં દષ્ટિનો વિષય આવે નહીં. પંડિત થાય પણ જ્ઞાની ન થાય.
શાસ્ત્રના આધારરૂપ વ્યવહાર એનું અવલંબન લે તો પણ એ દોષ છે. કેમ કે છે તો અકર્તા તેના ઉપર કર્તાનો ઉપચાર કર્યો છે ને? તો એમ સમજી લેવું કે ઉપચાર એટલે ખોટું અકર્તાને કર્તા કહ્યો એટલે ખોટું કહ્યું ને? એ એમને ખટકયું, તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવતા કર્તાપણાના વ્યવહારનો ભેદ હતો એનો નિષેધ થઈ ગયો. એટલે શુદ્ધોપયોગ દશા થઈ ગઈ.
હવે એના ગર્ભમાં એમણે એટલું બધું લખ્યું નથી પણ આવી ગયું કે હું કર્તા નથી અને હું જ્ઞાતા ય નથી. પણ વ્યવહાર જ્ઞાતા છે એટલે વ્યવહાર કર્તાપણું ખટકયું એમ! પર્યાયનું જાણવું એ વ્યવહાર છે. ભેદને જાણવું એ વ્યવહાર છે ને? એ ખટકે છે ત્યારે ફરીથી પર્યાયાર્થિક ચક્ષુ બંધ થઈ જાય છે.
ભેદને જાણતાં છઠ્ઠ ગુણસ્થાન આવી જાય છે. સપ્તમ આવતું નથી. એટલે એ એમને ખટકે છે. વ્યવહાર પ્રતિક્રમણ આવ્યું પણ પરમાર્થ પ્રતિક્રમણ ન આવ્યું ભેદને જાણતાં છઠું આવ્યું ને ત્યારે એને નિશ્ચય શુદ્ધ પર્યાયના કર્તાપણાનો ઉપચાર આવ્યો. પણ ભેદને જાણતો જ નથી તો પછી વ્યવહાર કર્તાપણાનો ઉપચાર ક્યાંથી આવ્યો? કેમકે એ તો એને જાણવાનું બંધ કરીને ત્રિકાળીને જાણવા ગયો.
આહા! ભેદને જાણે છે તો કર્તાપણાનો ઉપચાર આવ્યો, પણ જાણતો જ નથી તો કર્તાપણાનો ઉપચાર ક્યાંથી આવે? એમ ભેદની ઉપેક્ષા કરીને દ્રવ્ય સ્વભાવમાં ચાલ્યા જાય છે તો અભેદ અનુપચાર થઈ ગયો ખલાસ. પહેલા ત્રણ પ્રકાર પાડયા છે. પછી એ ત્રણ પ્રકારને બીજી રીતે સમજાવ્યા છે. પ્રકાર તો ત્રણજ છે.
ભેદ ઉપચાર, અભેદ ઉપચાર અને અભેદ અનુપચાર આ ત્રણ શબ્દો નીચે છે. એ જ ત્રણને બીજા શબ્દોથી સમજાવ્યું છે. ભેદ ઉપચારમાં વ્યવહાર રત્નત્રય લીધું. પાંચ મહાવ્રતના પરિણામ એ વ્યવહારમાં લીધા. અભેદ ઉપચારમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ લીધા પણ તે ભેદરૂપ. સમયસાર ૧૬ મી ગાથામાં આવે છે ને –સાધુ પુરુષ નિશ્ચયથી તો એકને સેવે છે પણ ત્રણને સેવે છે પ્રગટ કરવાની અપેક્ષાએ તો એ જે રત્નત્રયના પરિણામ છે તે અભેદ ઉપચાર છે. ભેદ ઉપચાર તો વ્યવહાર રત્નત્રયના પરિણામમાં ગયા અને એ બંધનું કારણ છે. અને અભેદ ઉપચાર છે તે તો શુદ્ધ પરિણતિ છે. સમ્યકદર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે ભેદ પણ અભેદનો ઉપચાર કર્યો સમજી ગયા અને ત્રીજું અભેદ અનુપચારમાં શુદ્ધોપયોગશુદ્ધોપયોગ તે સ્પષ્ટ શબ્દ આવ્યો. આપણે જે લીધું તું ને શુદ્ધોપયોગ તે અભેદ અનુપચાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com