________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૪૭ આત્માને જ એમાં એકલા સામાન્યને જ ભાવું છું અને વિશેષને ભાવતો નથી. ભાવે છે વિશેષ સામાન્યને. વિશેષ સામાન્યને ભાવે છે પણ વિશેષ વિશેષને ભાવતો નથી એમ કહે છે. આત્માને જ ભાવું છું. એ શુદ્ધાત્મા જે ઉપર કહ્યો ને પહેલી લીટીમાં એ જ. શુદ્ધાત્મા જે કહેવો છે એને સકળ કર્તુત્વનો અભાવ છે. અહીંયાં કહે છે-સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ એવો જે આત્મા એને જ ભાવું છું. અકર્તા છે એવા આત્માને ભાવું છું એમ ન લખતાં સહજ ચૈતન્યનો જે વિલાસ છે જેમાં એને ભાવું છું. એ જ્ઞાનમાં બધું સમાઈ જાય છે. અકારકઅવેદક તેમજ અનંતગુણો, આખો વિલાસ એમાં આવી જાય છે. ચૈતન્યમાં આખો વિલાસ આવી જાય છે.
હું અકર્તા છું એમ જાણીને પછી શું કરે છે? શુદ્ધાત્માને ભાવું છું. અપ્રમત્ત-પ્રમત્ત નથી માટે અપ્રમત્ત-પ્રમત્તનો કર્તા નથી એવો અર્તા છે એમ જાણું, એમ જાણીને પછી જ્ઞાયક ને ધ્યાવે છે. ભાવે છે. અકર્તા છે એ વાત સાચી છે પણ ભાવું છું ચૈતન્યને. જ્ઞાયકને ચિદાનંદ આત્માને ભાવું છું ધ્યાવું છું, ત્યારે મને હે! પરમાત્મા! નિર્વિકલ્પ આનંદની ભરતી આવે છે. એટલે છેલ્લા બોલમાં આ બધું લઈ લીધું.
અહીં ટીકામાં કર્તા વિષે વર્ણન કર્યું.” ટીકાકાર એમ કહે છે કે કર્તા વિષે વર્ણન કર્યું તો કર્તા, કારયિતા, અનુમંતા એમ ત્રણેય લઈ લેવા. “તેમ કારયિતા, અનુમંતા-અનુમોદક વિષે પણ સમજી લેવું.” એમ એક-એક બોલમાં એ પ્રમાણે તમારે ઉતારવું. કરતો નથી કરાવતો નથી અને અનુમોદક પણ હું નથી એમ બધામાં લઈ લેવું. , કેમ કે ઉપરમાં હું કરતો નથી એમ લીધું છે. એક જ શબ્દ એટલે કૌંસ કરવો પડ્યો. કેમ કે મૂળમાં ત્રણ શબ્દો છે. કરતો નથી, કરાવતો નથી અને અનુમોદતો નથી.
“આ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું ( ત્યાગનું) વિધાન કહ્યું છે.”કહે છે? આ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયો, એમાં જે પેલું પુદ્ગલકર્મ કરે છે એમાં એ શબ્દ લીધો
છે. (જુઓ પાનુ ૧૫૩.) “હવે આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવ પર્યાયો નો છે ને!!” નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલ કર્મરૂપ કર્તાનો હું અનુમોદક નથી.”
વિભાવ એટલે વિશેષભાવો –સમસ્ત પ્રકારના વિશેષ ભાવો. સામાન્ય એક અને વિશેષ અનેક. સામાન્ય એક વિશેષણ હોય અને વિશેષ-વિભાવમાં અનંત હોય, એટલે
સકળ” શબ્દમાં બધા પ્રકારના વિભાવો. અનંતગુણોનો પિંડ એકરૂપ “એકો અહં' છે. અને એની જે પર્યાયો થાય છે અને સકળ વિભાવ પર્યાયોના સંન્યાસ નામ ત્યાગનું વિધાન કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com