________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૬૦
પ્રવચન નં-૫
વિભાવ પર્યાયો ઉ૫૨ કહ્યાં એ બધાય હોં! ! ચારગતિના, એક માર્ગણાસ્થાન, એક જીવસમાસ, એક ગુણસ્થાન, ચાર+ત્રણ=સાત. મનુષ્ય અને તિર્યંચ બે તેમ નવ, અને મોહ– રાગ-દ્વેષ ત્રણ. નવને ત્રણ બાર અને ક્રોધ-માન-માયા-લોભ એમ કુલ સોળ થયા.
અહીં એમ કહે છે કે એ સોળનો કર્તા કોણ છે? એ મારા જ્ઞાનમાં આવી ગયું છે. કેમકે હું એનો કર્તા નથી તો કોઈક તો એનો કર્તા હોય ને!? હું એનો જો કર્તા નથી અને પરિણામ તો વિધમાન છે અને હું કર્તા નથી એનો? તો કોઈક એનો કરનાર હોવો જોઈએ. એનો ક૨ના૨ પુદ્દગલકર્મ છે સાપેક્ષથી.
આહા ! સાપેક્ષથી અપેક્ષાએ એનો કર્તા (પુદ્દગલ) છે. હવે તેને ઉપાદાન કર્તા કહો કે નિમિત્ત કર્તા, પણ... હું તો કર્તા નથી. પુદ્દગલ કર્મ એને કરે છે. “પુદ્ગલકર્મરૂપ કર્તા ” વિભાવ પર્યાયોનો છે કર્તા જે પુદ્ગલકર્મ તે; બધા કાર્યોનો કર્તા પુદ્દગલ છે. કેમકે પુદ્દગલનાં સંગે એ બધા ભાવો થાય છે મારા સંગે એ ભાવો થતા નથી. કેમકે આ જે ભેદ ઉઠે છે ને !! એ ભેદ પુદ્ગલનાં સંગે થાય છે. અને અંતર્મુખ થઈને અભેદ થાય છે તો એ આત્મા થાય છે. ત્યાં ભેદ ન રહ્યો ને !?
જેના લક્ષે રાગ થાય એ કાં પુદ્ગલ હોય, કાં એ પુદ્ગલનાં પરિણામ હોય. ન્યાય સમજાણો. એને પુદ્ગલ કર્મ કરે છે; કારણકે એ ભેદ છે. એ પુદ્દગલનાં પરિણામ છે એમ તને કેવી રીતે ખબર પડી ?! જેમ પુદ્ગલનાં લક્ષે રાગ થાય છે એમ ભેદનાં લક્ષે રાગ થાય છે. તો એ કા૨ણ જેવું જ કાર્ય. એ કા૨ણે એ પુદ્ગલના જ પરિણામ છે અભેદ અપેક્ષાએ તો એ પુદ્ગલ જ છે. માટે એ બધા પુદ્દગલકર્મનું જ કાર્ય છે એ મારું કાર્ય નથી. કેમકે મારાથી એ ભિન્ન છે એટલે હું એને કરતો નથી. હું કર્તા નથી તો બીજો એનો કર્તા બતાવો?! તો એ પુદ્ગલકર્મનું કાર્ય છે.
તો હવે કહે છે કે હું એનો અનુમોદક નથી. એ કરે તો ભલે કરે તેવી અનુમોદના નથી. મોક્ષ થશે ત્યારે હું એમ જાણીશ કે તે પુદ્દગલકર્મનાં અભાવથી થયો છે. મોક્ષ મેં કર્યો છે એમ નહીં જાણું. યથાખ્યાત ચારિત્ર મને થશે ત્યારે એ ચારિત્રમોહના અભાવથી એ કાર્ય થયું છે એ મારું કાર્ય નથી. એકલો ત્રિકાળી સામાન્ય અકર્તા સ્વભાવ જ હું છું.
સકળ કર્તૃત્વનો અભાવ એટલે મારામાં કાર્ય કરવાની શક્તિનો જ અભાવ છે. થાય છે એને જાણવાની શક્તિ છે. થાય એને જાણું છું, પણ થાય એને કરું છું એમ નથી ત્યાં તો આત્મારામ થઈ ગયો. કર્મનાં સંગથી ઉત્પન્ન થયેલાં ભાવો એટલે એનો કર્તા પુદ્દગલ કહ્યું. જ્યાં નિમિત્તનો જ અભાવ છે તો (નૈમિત્તિકનો ) અભાવ થઈ ગયો કે નહીં!?
સિદ્ધ અવસ્થામાં (નૈમિત્તિક) છે કે નથી ? કે: નથી તો પછી તેને પુદ્દગલ કરે છે તે પ્રશ્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com