________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
ચૈતન્ય વિલાસ મનુષ્યની, “એને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે ”_આહા..... હા! એ મનુષ્યનામાનામકર્મનો ઉદય પણ નથી ને મનુષ્યઆયુ છે એનો પણ મારામાં અભાવ છે ને એનાં નિમિત્તનો પણ મારામાં અભાવ છે ને એનાં નિમિત્તનું કર્તુત્વ મારા સ્વભાવમાં નથી. આમાં આવશે. (મનુષ્યનામકર્મને યોગ્ય) દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો... અભાવ... હોવાને લીધે. મનુષ્યનામકર્મને યોગ્ય એ ૯૩ કર્મની પ્રકૃતિ છે અઘાતિકર્મની, એમાં મનુષ્યનામકર્મની એક અઘાતિ પ્રકૃતિ છે. ઈ અઘાતિ કર્મની પ્રકૃતિ છે. ચાર ઘાતિ (કર્મની ) ને ચાર અઘાતિ કર્મની (આમ આઠ પ્રકાર છે) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ને અંતરાય (એ ચાર) ઘાતિકર્મ, અનુજીવી ગુણની પર્યાયના ઘાતમાં એની યોગ્યતા હોય ત્યારે એના ઉપર ઘાતનો નિમિત્તપણે આરોપ દેવામાં આવે છે.
આહાહા ! દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે-આહા ! ત્રણેય કાળ મારામાં દ્રવ્યકર્મ નથી. અને ત્રણે ય કાળ મારામાં ભાવકર્મનો (અભાવ વર્તે છે) વર્તમાનમાં અભાવ છે, ભૂતકાળમાં અભાવ હતો ને ભાવિકાળમાં અભાવ હોવાને લીધે થવાને લીધે નહીં આહાહા. એ (દ્રવ્યકર્મને ભાવકર્મનો) “અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચય (નય) થી નથી.” અત્યારે મનુષ્યપર્યાય મારે નથી. આહાહા! મારામાં નથી–મારી નથી. અત્યારે હું શુદ્ધજીવાસ્તિકાય છે. તેથી હું મનુષ્ય નથી. અત્યારે, એ તો જૂઠાલાલજી એમ કહે છે કે જીવ, મનુષ્ય છે.
જીવ છે તે મનુષ્ય છે એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયનયના બળે તો વર્તમાનમાં મનુષ્યની પર્યાય પણ મને નથી. કેમ કે મનુષ્યપર્યાયને યોગ્ય જે શુભભાવ એનો મારા સ્વભાવમાં અભાવ હોવાથી શુભભાવ એનો પણ હું અકર્તા હોવાથી મનુષ્યને યોગ્ય જે નિમિત્ત થાય, એ નિમિત્તનો પણ મારામાં અભાવ વર્તમાનમાં છે. વર્તમાનમાં મનુષ્ય નથી પણ ભવિષ્યમાં મનુષ્ય થવાનો નથી.
કહ્યું? ભવિષ્યમાં પણ જીવ, મનુષ્ય નહીં થાય. મોક્ષ થવા પહેલાં કદાચ એકાદ-બે પર્યાય સંયોગરૂપે મનુષ્યભવની હો, એ વખતે પણ એ (જીવદ્રવ્ય) મનુષ્ય નહીં થઈ જાય ! જીવ તો જીવરૂપે જ રહેવાનો છે. અને મનુષ્ય (પર્યાયને ) નિમિત્ત થાય, એવા જે પરિણામ થશે, એનો પણ હું અકર્તા રહીશ. એનો પણ હું કર્તા થઈશ નહીં. આંહીથી છૂટીને દેવપર્યાય આવશે, દેવપર્યાય થશે, એને યોગ્ય જે શુભભાવ થશે, એનો પણ વર્તમાનમાં હું અકર્તા (સ્વભાવે) હોવાથી, એ દેવપર્યાયને યોગ્ય શુભભાવ, એનો પણ (મારામાં) અભાવ હોવાથી, હું દેવ થવાનો નથી.
હું દવ રહેવાનો છું-દેવાધિદેવપણે હું રહેવાનો છું, પણ હું દેવનીપર્યાયરૂપ થવાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com