________________
ખાતો, ગીત - ભયભીત, ભય પામેલો, ડરી ગયેલો, અને પ્રપન્ન શરણાગત, શરણે આવેલો. અહીં જ એ શા માટે આવ્યો? યાત્ – કારણ કે, અત્યં શરળ્યું અહં ને ગાને | સરખ્ય – એટલે શરણ આપી શકે તેવી વ્યક્તિ, શરણ-યોગ્ય વ્યક્તિ. સર્ચ એટલે વૈદું-મર્ચ - આપના સિવાય બીજી કોઈ શરણ-યોગ્ય વ્યક્તિને હું જાણતો નથી. (૩૮).
અનુવાદ – (હે ભગવન્ !) જેનું નિવારણ અઘરું છે, એવા સંસારરૂપી દાવાનળમાં સંતપ્ત, દુર્ભાગ્યનાં વાવાઝોડામાં અહીં-તહીં અથડાતા, અને ભયભીત, અને શરણાગત એવા મને મૃત્યુથી બચાવો, કારણ કે આપના સિવાય અન્ય કોઈ શરણ-યોગ્યને હું જાણતો નથી. (૩૮)
ટિપ્પણ – ગુરુ સમક્ષ હાથ જોડીને ઊભેલો શિષ્ય, આ શ્લોકમાં, ગુરજીને બીજી એક વિનંતી કરે છે : ભવસાગરમાંથી તો ગુરુજીએ તેનો ઉદ્ધાર કર્યો, પરંતુ મોં ફાડીને, સામે, મૃત્યુ ઊભું છે, એનું શું? એટલે, પોતાને મૃત્યુમાંથી બચાવવાની તે ગુરુજીને પ્રાર્થના કરે છે. ભવસાગરનો, મનુષ્યને, જેવો ભય, એવો જ મૃત્યુનો ભય !
પરંતુ મૃત્યુથી કોઈ બચી શકે ? મૃત્યુ તો અફર, સુનિશ્ચિત છે. અંગ્રેજીમાં કહેવાયું છે કે Death is inexorable. આથી જ, વેદોના આપણા મંત્રદૃષ્ટા ઋષિએ મૃત્યુમાંથી નહીં, પરંતુ મૃત્યુના બંધનમાંથી મુક્ત થવા માટે, વ્યંબકભગવાન સમક્ષ, આવો “મૃત્યુંજય મંત્ર રજુ કર્યો છે :
व्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् । उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ।
(ગ્યેદ ૭,૫૯, ૧૨) એટલે, શિષ્ય અહીં મૃત્યુમાંથી બચાવી લેવાની વાત કરે છે ત્યારે, આ વેદમંત્ર-પ્રબોધિત મૃત્યુ-બંધનમાંથી જ મુક્તિની પ્રાર્થના અહીં સમજવાની રહે છે. મૃત્યુ-બંધનના ભયમાં જ મનુષ્ય સતત જીવતો હોય છે. અહીં જે ભયનો, ભીતિનો ઉલ્લેખ છે (પ્રીતિ), તે પણ આ મૃત્યુ-બંધનનો જ ભય છે. શરણાગત (પ્રપન્ન) સાધકને શરણયોગ્ય (શરષ્ય) સર જ આ બંધનમાંથી મુક્ત કરી શકે. અહીં પણ એ જ છંદ, ઇન્દ્રવજા' રહ્યો છે. (૩૮)
૩૯ शान्ता महान्तो निवसन्ति सन्तो.
वसन्तवल्लोकहितं चरन्तः । तीर्णाः स्वयं भीमभवार्णवं जनानहेतुनान्यानपि तारयन्ति ॥ ३९ ॥
૧૦૦ | વિવેકચૂડામણિ