Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
શ્રીકકે વાનરદ્વીપમાં કરેલ નિવાસ
[ પર્વ ૭ મું આવતું હતું, તેવામાં રૂપમાં પડ્યા (લક્ષમી) જેવી પુપત્તર રાજાની પડ્યા નામની દુહિતા તેના જેવામાં આવી. તત્કાળ તે શ્રીકંઠ અને પવાને કામદેવના વિકારસાગરને ઉલ્લાસ કરવામાં દુદ્દિન સમાન ૫રસ્પર અનુરાગ થયે, પદ્માકુમારી સ્નિગ્ધ દષ્ટિથી જાણે સ્વયંવરની માળાને નાખતી હોય તેમ શ્રીકંઠ તરફ પિતાનું મુખકમળ રાખીને ઊભી રહી. તેણને અનુકૂળ અભિપ્રાય જાણી કામાતુર શ્રીકંઠ તેને ઉપાડી લઈને તત્કાળ આકાશમાર્ગે જવા પ્રવર્તે. તે વખતે તેની દાસીઓએ “કઈ પદ્માને હરી જાય છે” એવો પિકાર કરવા માંડ્યો. તે સાંભળી બળવાન પુત્તર રાજા સિન્ય સાથે તૈયાર થઈ શ્રીકંઠની પછવાડે દેડ્યો. શ્રીકંઠ નાસીને કીર્તિધવળને શરણે આવ્યું અને પવાના હરણની બધી વાર્તા તેને જણાવી. પ્રલયકાળે જળવડે સાગરની જેમ સૈન્ય વડે દિશાઓને આચ્છાદન કરતો પુત્તર રાજા તરત ત્યાં આવ્યા. કીતિધવને દૂત મોકલી પુપત્તરને કહેવરાવ્યું કે “વિચાર કર્યા વગર માત્ર ક્રોધવડે કરવા ધારેલે આ તમારો યુદ્ધને પ્રયાસ વ્યર્થ છે, કેમ કે કન્યા કેઈને અવશ્ય આપવાની જ છે, ત્યારે તે કન્યા શ્રીકંઠને સ્વેચ્છાએ વરી છે તેમાં કાંઈ શ્રીકંઠને અપરાધ નથી, માટે તમારે યુદ્ધ કરવું ઉચિત નથી, તમારી દુહિતાનું મન જાણી હવે તે તે વધૂવારના વિવાહનું કૃત્ય કર એગ્ય છે.' પદ્માએ પણ એક દૂતી દ્વારા જણાવ્યું કે-“હે પિતા! શ્રીકંઠે મારું હરણ કર્યું નથી, પણ હું વેચ્છાએ શ્રીકંઠને વરી છું.' દૂની પાસેથી આવા ખબર સાંભળી ક્ષણવારમાં પુપત્તરને કોપ શાંત થશે. પ્રાયઃ વિચારવાનું પુરૂને કેપ સહેલાઈથી શમે છે.
પછી પુત્તર શ્રીકંઠ અને પદ્માને ત્યાં મોટા ઉત્સવથી વિવાહ કરીને પિતાને નગરે પાછો ફર્યો. કીતિધવળે શ્રીકંઠને કહ્યું કે-“હે મિત્ર! તમે અહીં જ રહે, કારણ કે વૈતાલ્યગિરિ ઉપર તમારા ઘણા શત્રુઓ છે. આ રાક્ષસદ્વીપની નજીકમાં જ વાયવ્ય દિશાએ ત્રણસો એજન પ્રમાણુ વાનરદ્વીપ છે, તે સિવાય બીજા પણ બર્બરકુલ અને સિંહલ વિગેરે મારા દ્વીપ છે કે જે ભ્રષ્ટ થઈને નીચે આવેલા સ્વર્ગના ખંડ જેવા છે. તેમાંથી એક દ્વીપમાં રાજધાની કરી મારાથી નજીક અવિયુક્ત થઈને તમે સુખે રહે. જો કે તમારે શત્રુઓથી જરા પણ ભય નથી, તથાપિ મારા વિચાગના ભયથી ત્યાં જવાને તમે યોગ્ય નથી.” આ પ્રમાણે કીર્તિધવળે નેહ સહિત કહેવાથી તેના વિગથી કાયર થયેલા શ્રીકંઠે વાનરદ્વીપમાં નિવાસ કરવાને કબુલ કર્યું. પછી કીર્તિધવળે વાનરદ્વીપમાં કિકિંધાગિરિ ઉપર આવેલી કિકિંધા નામની નગરીના રાજ્ય ઉપર શ્રીકંઠને બેસાડ્યો. ત્યાં આસપાસ ફરતા મોટા દેહવાળા અને ફળ ખાનારા ઘણું રમ્ય વાનરાએ શ્રીકંઠ રાજાના જોવામાં આવ્યા. તેઓને માટે અમારી ઘેષણ કરાવી શ્રીકંઠે અન્નપાનાદિ અપાવવા માંડ્યું, એટલે બીજાએ પણ વાનરેને સત્કાર કરવા લાગ્યા. કેમ કે “ઘણા દાવા તથા પ્રજ્ઞા” એવી કહેવત છે. ત્યારથી વિદ્યાધર કૌતુકને લીધે ચિત્રમાં, લેખમાં અને દેવજ છત્રાદિ ચિહેમાં વાનરોનાં ચિત્રોજ કરવા લાગ્યા. વાનરદ્વીપના રાજયથી અને સર્વત્ર વાનરોનાં ચિહેથી ત્યાં રહેલા વિદ્યાધરો વાનર નામથી પ્રસિદ્ધ થયા.
શ્રીકંઠને વજકંઠે નામે એક પુત્ર થયે, જે યુદ્ધલીલામાં ઉત્કંઠાવાળે અને સર્વ ઠેકાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org