Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
+
+
+++
+++++++++++++++++++++++
++++
+
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र.
पर्व सातमुं
સર્ગ ૧ લો) શ્રી રામચંદ્ર, લમણુ તથા રાવણ ચરિત્ર. અંજન જેવી કાંતિવાળા અને હરિવંશમાં ચંદ્ર સમાન એવા શ્રી મુનિસુવ્રત સ્વામી અહંતના તીર્થમાં ઉત્પન્ન થયેલા પદ્મ (રામ) નામે બલદેવ, નારાયણ (લક્ષ્મણ) નામે વાસુદેવ અને રાવણ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર કહેવામાં આવશે. જ્યારે શ્રી અજિતનાથ પ્રભુ વિચરતા હતા, તે સમયે આ ભરતક્ષેત્રમાં રાક્ષસદ્ધપને વિષે લંકાનગરીમાં રાક્ષસ વંશના અંકુરભૂત ઘનવાહન નામે રાજા થયે હતો. એ સબુદ્ધિવાળો રાજા પોતાના પુત્ર મહારાક્ષસને શજ્ય આપી અજિતસ્વામીની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયે. મહારાક્ષસ પણ પોતાના દેવરાક્ષસ નામના પુત્રને રાજ્ય સોંપી વ્રત લઈને મોક્ષે ગયે. એવી રીતે રાક્ષસદ્વીપના અસંખ્ય અધિપતિઓ થઈ ગયા પછી શ્રેયાંસ પ્રભુના તીર્થમાં કીર્તિધવી નામે રાક્ષસપતિ થયા.
તે અરસામાં વૈતાઢ્ય ગિરિ ઉપર મેઘપુર નામે નગરમાં અતીન્દ્ર નામે વિદ્યાધરોનો પ્રખ્યાત રાજા થયે. તેને શ્રીમતી નામની કાંતાથી શ્રીકંઠ નામે એક પુત્ર અને દેવીના જેવી સ્વરૂપવાન દેવી નામે એક દુહિતા થઈ. રનપુરના રાજા પુત્તર નામના વિદ્યાધરેંદ્ર પિતાના પુત્ર પવોત્તરને માટે તે ચારૂલેચનાની માગણી કરી, પણ અતી તે ગુણવાન અને શ્રીમાન પવોત્તરને એ કન્યા ન આપતાં દૈવયોગથી કીતિધવીને આપી.
તેને કીતિધવળ પરણી ગયે એવી ખબર સાંભળી પુત્તર રાજા અતીંદ્ર સાથે તેમજ તેના પુત્ર શ્રીકંઠની સાથે વૈર રાખવા લાગે. એક વખતે શ્રીકંઠ મેરૂપર્વત ઉપરથી પાછે C - 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org