________________
પ્રથમ અધ્યાય
સ્પતિની બુદ્ધિને ઝાંખી કરનારા પંડિતેને પણ મોક્ષ મેળવવા અથાગ પ્રયત્ન કરવા છતાં મોક્ષમાર્ગના વિપરીત જ્ઞાનથી અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.
સર્વ દશનકારે સામાન્યતઃ મેક્ષ વિષે એક્યતા ધરાવે છે, મોક્ષમાં દુઃખની આત્યન્તિક નિવૃત્તિ થાય છે એમ સર્વ દર્શનકારે માને છે, પણ મેક્ષમાગ અંગે સર્વ દર્શનકારેની માન્યતા ભિન્ન ભિન્ન છે. આથી ભવ્ય જીવે વિપરીત માર્ગમાં ન ચાલ્યા જાય, અથવા ગયેલા પાછા વળી જાય એ માટે તેમને સત્ય મેક્ષમાર્ગથી વાકેફ કરવા એ મહાપુરુષની ફરજ છે. આથી અહીં પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ ભગવંત સર્વ પ્રથમ મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે – મેક્ષમાર્ગ
सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः ॥ १-१ ।। સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય ચારિ એ ત્રણે ભેગા મેક્ષમાર્ગ છે. આ ત્રણમાંથી એકને પણ અભાવ હોય તે મોક્ષની પ્રાપ્તિ ન થાય. જેમ આરોગ્ય મેળવવા ઔષધનું જ્ઞાન, ઔષધ વિષે શ્રદ્ધા અને ઔષધનું વિધિપૂર્વક સેવન એ ત્રણે જરૂરી છે. આ ત્રણમાંથી એકના પણ અભાવે આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, તેમ આત્માને આરોગ્ય–મેક્ષ મેળવવા સમ્યગ્દર્શન આદિ ત્રણેની જરૂર છે.
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને યુગલિક મનુષ્યની જેમ સદા સાથે જ ઉત્પન્ન થાય છે, સાથે રહે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org