________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઈચ્છા નહિ થાય. જેને મુંબઈ જવાની ઈચ્છાના અભાવે મુંબઈના માર્ગની જિજ્ઞાસા નથી તેને મુંબઈના માર્ગને ઉપદેશ આપ નિરર્થક છે. પ્રથમ મુંબઈનું સ્વરૂપ, મુંબઈ જવાથી થતા લાભે વગેરે દષ્ટિએ મુંબઈનું જ્ઞાન કરાવવું જોઈએ. મુંબઈનું જ્ઞાન થયા પછી મુંબઈ જવાની ઈચ્છા પ્રગટે અને તેના માર્ગની જિજ્ઞાસા જાગે તે તેને ઉપદેશ સાર્થક બને. તેમ પ્રસ્તુતમાં સર્વ પ્રથમ મેક્ષનું સ્વરૂપ, મોક્ષની પ્રાપ્તિથી થતા લાભ વગેરે દષ્ટિએ મોક્ષને ઉપદેશ આપ જોઈએ. મેક્ષના જ્ઞાનથી મેક્ષ મેળવવાની ઈચ્છા પ્રગટે છે. મોક્ષ મેળવવાની ઈચ્છાથી તેના માર્ગની જિજ્ઞાસા થાય છે. મોક્ષ માર્ગની જિજ્ઞાસા થતાં તેના ઉપદેશની અસર થાય છે.
આમ પ્રથમ મેક્ષને ઉપદેશ આપવું જોઈએ, છતાં અહીં ગ્રંથકાર મહર્ષિ પ્રથમ મેક્ષમાર્ગને ઉપદેશ આપે છે તેમાં હેતુ એ છે કે–પ્રેક્ષાપૂર્વકારી-બુદ્ધિમાન પુરુષે કાર્યની અપેક્ષાએ કારણને પ્રધાન માને છે. કારણ કે–કારણ વિના કાર્ય ન જ થાય. કાર્ય કરવાની ઈચ્છા હોય, કાર્ય કરવા માટે પ્રવૃત્તિ પણ શરૂ કરી હોય, છતાં જે કારણ ન મળે તે કાર્ય પણ ન જ થાય. વાત પણ સત્ય છે. જેમ મુંબઈનું જ્ઞાન હોય, મુંબઈ જવાની ઈચ્છા હોય, પણ મુંબ ઈના માર્ગનું જ્ઞાન ન હોય અગર વિપરીત જ્ઞાન હોય તે મુંબઈ પહોંચી શકાતું નથી. તેમ મેક્ષનું જ્ઞાન હોય, મેક્ષ મેળવવાની ઈચ્છા પણ હય, છતાં જો મોક્ષમાર્ગનું યથાર્થ જ્ઞાન ન હોય તે મેક્ષ મેળવી શકાય નહિ. બૃહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org