________________
O
રાજહૃદય ભાગ-૧૩ અંતરની વાત નથી, હૃદયની વાત નથી. એવા જીવોને એ ભૂલ થવાનો ઘણો સંભવ છે. એ લગભગ ભૂલશે, એમ કહેવું છે. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ એટલે જેને આત્માર્થિતા ઘણી સારી છે, અંતરથી જે આત્માર્થ છે, આત્મહિતમાં જે સાવધાન છે, આત્મહિતમાં જે જાગૃત છે, સારી રીતે જાગૃત છે એ જીવ ભૂલ નહિ ખાય, એમ કહેવું છે.
કેમકે.” અહીંયાં એક કારણ લઈ લીધું છે. કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.” શુષ્કજ્ઞાની શબ્દ વાપરે છે પણ કોઈ શુષ્કજ્ઞાની તો એવા પણ હોય કે જે ઘણાં ભક્તિ પણ કરતા હોય તો ભક્તિ હોય એમાં શુષ્કતા કેવી રીતે હોય? આ બધા વિચારણીય મુદ્દા છે, વિચારવા યોગ્ય મુદ્દા છે. એટલે આ વિષયમાં ચારે પડખેથી ઊંડો વિચાર કરવો જોઈએ. તો ભૂલ ન થાય. નહિતર ભૂલ થવાની સંભાવના ઘણી છે. એટલે શુષ્કજ્ઞાની શબ્દ વાપર્યો છે ત્યાં માત્ર એમ ન લેવું કે એકદમ સ્વચ્છંદી અને જ્ઞાન શુષ્કતાવાળા છે અને ભક્તિબક્તિ કાંઈ એનામાં છે નહિ. એવું માત્ર ન લઈ લેવું. ભક્તિ કરે તોપણ ભક્તિરસમાં સારી રીતે આવી જાય. જોકે ભક્તિરસ કોને કહેવો એ અધ્યાત્મની દૃષ્ટિએ જુદો વિષય છે. રાગ-રાગીણીની દૃષ્ટિએ જુદો વિષય છે. કર્ણેજિયની દૃષ્ટિએ જુદો વિષય છે, મનોરંજનની દૃષ્ટિએ પણ એક જુદો વિષય છે. અને અધ્યાત્મની દૃષ્ટિએ એ તદ્દન જુદો વિષય છે. પણ અત્યારે ઓઘસંજ્ઞાએ ભજન ગાય, પદ ગાય અને ભક્તિ સમજવામાં આવે છે. તો એ ખરેખર ભક્તિનું સ્વરૂપ નથી. અથવા એને જ ભક્તિ માનીને ત્યાં જ્ઞાન શુષ્કતા નથી થતી કે ઓઘસંજ્ઞા નથી રહેતી એવું વિચારવા યોગ્ય નથી.
એટલે અહીંયાં તો એટલી જ વાત લીધી છે કે, એની વાણીમાં આશરે જ્ઞાનીની વાણીની તુલના...” એટલે એની સાથે તોળવામાં આવે. તો આશય જે છે એના તુલ-તુલ એટલે વજન દેવું. તોળે છે ને ? એમાં વજનનો Factor છે. તોલ માપવાનો. તો તલ દેવું. હિન્દીમાં તો તલ શબ્દ વજન દેવા ઉપર જ વપરાય છે કે આ વાત ઉપર તમારું કુલ ઘણું છે એમ . એ શબ્દ ત્યાં વપરાય છે. ગુજરાતીમાં તુલના શબ્દ કહેવાય છે. તુલના એટલે વજન દેવું. અથવા બરાબરીમાં જેને Comparative knowledge કહે છે, જ્ઞાનીની વાણીનો આશય અને અજ્ઞાનીની વાણીમાંથી એ જ આશયનું જ્ઞાન થવું, એ બંનેના આશયમાં કોનું વજન કેટલા અનુપાતમાં, કેટલા પ્રમાણમાં જાય છે, એ વાત જે માપી શકે, તોળી શકે, જોખી