________________
પત્રાંક-૬૭૧
૨૩૧
કામમાં અમે લાગેલા છીએ એટલે બીજી નવરાશ રહેતી નથી. ધંધામાં પણ એ પ્રારબ્ધ છોડવાના પુરુષાર્થમાં લાગેલા છે. નિવૃત્તિમાં તો પુરુષાર્થ કરે પણ પ્રવૃત્તિમાં પુરુષાર્થ કરે છે.
એક જગ્યાએ લખે છે કે, નિવૃત્તિમાં પુરુષાર્થ કરત એના કરતા પ્રવૃત્તિમાં અમે વધારે પુરુષાર્થ કર્યો છે. કદાચ નિવૃત્તિ લીધી હોત અને પુરુષાર્થ કરત એના કરતા પણ પ્રવૃત્તિમાં રહીને અમે વધારે પુરુષાર્થ કર્યો છે અને વધારે નિર્જા કરી છે. કેમકે અમને કાંઈ રસ્તો હતો નહિ કે છે નહિ. એ રીતે અમે પ્રારબ્ધને ભોગવ્યું છે, વેધ્યું છે અને નિર્જરા કરી લીધી છે.
મુમુક્ષુ :– તીર્થંકર ચક્રવર્તી આમ જ કરે ?
પૂજ્ય ભાઈશ્રી :– એમ જ કરે છે. ચક્રવર્તી જે જ્ઞાની હોય છે, તીર્થંકરો હોય છે એ એમ જ કરે છે. મોટો પુણ્યોદય આવે છે. જબરદસ્ત. ગમે તે આવો. કોઈવાર કોઈને મોટો પાપનો ઉદય આવે છે. એ પણ ભલે આવો. ગમે તે આવો. હવે મને વાંધો નથી. અમારી શક્તિ થઈ ગઈ છે. એટલે કોઈ પૂર્વનું દેણું કરેલું છે એ બાબતમાં અમને કોઈ જાતનો સંકોચ થાય એવું નથી. એ શૂરવીર છે. એટલે તો આ શૂરવીરતાની વાત લેવી છે. મૂળ તો એમણે જે વાત લખી છે એ આત્મજાગૃતિમાં કેવી શૂરવીરતા આવે છે ? અને કર્મની નિર્જરા કરવામાં કેવા ઉલ્લાસિત પરિણામથી એ કરે છે. જેમ માણસ કોઈ દેણું દે છે ને કે, ભાઈ ! દૂધ ધોઈને લઈ જાવ. તમારા રૂપિયા તમને દૂધે ધોઈને આપી દઈએ. કેટલા છે ? કે પાંચ હજાર. વ્યાજ કેટલું થયું ? ૫૫૭૦. તો કહે, ૫૫૭૦. પણ તમે દૂધે ધોઈને લઈ જાવ. એમ આ ઉલ્લાસથી ઉદયને વેદવાના પરિણામમાં આવ્યા છે.
મુમુક્ષુ ઃ– પાપનો ઉદય ન રોકી શકે, પુણ્યનો ઉદય રોકી શકે ?
પૂજ્ય ભાઈશ્રી :- ના, ન રોકી શકે. એવું છે કે ઉદય છે એ પરદ્રવ્યના પરિણામ છે અને પદ્રવ્યના પરિણામ છે એમાં જીવને આઘુંપાછું કરવાનો કોઈ અધિકા૨ નથી. કેમકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જીવ અને પરમાણુ તદ્ન જુદા છે. કોઈનું કાર્ય કોઈ કરી શકે અને કર્તા-હર્તા થઈ શકે એ વસ્તુની મર્યાદામાં જ નથી, વિજ્ઞાનની બહારની ચીજ છે. એટલે એ ઉદયને તો કોઈ રોકી શકે નહિ. ન રોકી શકે એટલે તો જ્ઞાનીઓ ઉદયમાં દેખાય છે.
‘ગુરુદેવ’ એમ કહેતા કે, ત્રણે કાળના જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. શું એક અભિપ્રાય છે ? કે એક સમયમાં પરિપૂર્ણ થવાતું હોય-પૂર્ણ વીતરાગ, વર્તમાન