________________
૪૨૬
રાજહૃદય ભાગ-૧૩ મોટે ભાગે જ્ઞાની પુરુષને ઓળખવામાં એમની વાણી સાધન છે. કેમકે ભાષા છે એ ભાવના નિમિત્તે આવે છે. એટલે ભાષા ઉપરથી ભાવને સમજી શકાય છે, ભાવનું ગ્રહણ કરી શકાય છે કે આ ભાષા કહેનારના ભાવ કેવા હોય. આત્મજ્ઞાન સંબંધીની જે ભાષા છે એની અંદર એક અપૂર્વતા છે, આત્માર્થનો ઉદ્દેશ છે અને પુરુષાર્થનું પ્રેરકપણું છે, પૂર્વાપર અવિરોધપણું છે. જે ૬ ૭૯ની અંદર વિષય ચાલી ગયો. ૬ ૭૯માં એ વાત જે આવી હતી. એ વગેરે જે ભાષાના ચિહ્નો છે એના ઉપરથી પણ ઓળખી શકાય છે. અથવા....
મુમુક્ષુઃ- (પત્રાંક) ૭૨૩.
પૂજ્ય ભાઈશ્રી :- ૭૨૩? લોકની દૃષ્ટિને જ્યાં સુધી આ જીવ તમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી. એ મુમુક્ષુની યોગ્યતાનો વિષય લીધો છે, કે મુમુક્ષુ જ્યાં સુધી લોકષ્ટિ તમે નહિ અથવા લોકદષ્ટિમાં જે અંતવૃત્તિ એટલે એનો અંતરંગનો જે રસ છે-લોકના પ્રસંગનો, લૌકિક વસ્તુઓનો, લૌકિક વાતોનો જ્યાં સુધી એને અંતરંગમાં રસ છે એવું છૂટી ન જાય ત્યાં સુધી તે મુમુક્ષને જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થઈ શકે. એ કેવી અલૌકિક દૃષ્ટિથી વાત કરે છે એ વાત એને સમજાય નહિ. એમાં સંશય નથી. એ વાત ઓળખનારની યોગ્યતા સંબંધીની વાત લીધી છે. અહીંયાં એ વાત પણ અપેક્ષિત છે.
મુમુક્ષુ -જ્ઞાનીને ઓળખનાર મુમુક્ષુની વાત લીધી છે.
પૂજ્ય ભાઈશ્રી:- મુમુક્ષુની વાત લીધી છે કે કેવો મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી શકે ? લોકદૃષ્ટિવાળો નહિ ઓળખી શકે. જેની સમાજ ઉપર દૃષ્ટિ હશે, સમાજની મુખ્યતાવાળો જીવ હશે એને જ્ઞાનીની દૃષ્ટિ નહિ ઓળખાય. એટલે એને જ્ઞાની પણ નહિ ઓળખાય.
ગુરુદેવે એક વાત લીધી હતી કે જેને એ જોતા આવડે કે આ જીવની દૃષ્ટિ પોતાના અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહિ? એને કોઈ બાહ્ય ચિહ્ન જોવાના રહેતા નથી. પ્રારબ્ધયોગથી પરિગ્રહ, સંયોગાદિ ગમે તેમાં વર્તતા હોય તોપણ એની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોય અને પોતાની આત્મશાંતિ અર્થે જ જેના જીવનના પરિણમનનું વલણ હોય એવું જો કોઈ જીવ પારખી શકે, ઓળખી શકે તો એ જ્ઞાનીને ઓળખી શકે. નહિતર બાળબુદ્ધિજીવો. બાલાનામ પશ્યન્તિલિંગાઃ “ગુરુદેવ કહેતા કે બાળબુદ્ધિ જીવો તો બાહ્ય ચિહ્નોથી આકર્ષિત પામે છે. તે બાહ્ય ચિહ્નોમાં કોઈ ત્યાગ