________________
૪૫૬
રાજહૃદય ભાગ-૧૩ છે તો પછી જ્ઞાનીના ગુણ ઉ૫૨ તો એને પ્રમોદભાવ આવે એ કાંઈ કહેવાની જરૂ૨ રહેતી નથી. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ.' એવો ગુણપ્રમોદ ગુણદૃષ્ટિવાળાને આવે છે. એટલે કોઈ જ્ઞાની જ્ઞાનીની ઈર્ષ્યા કરે એવું નથી બનતું. કે આ મારાથી આગળ વધી જશે તો ? કે આગળ વધી ગયા છે તો ? એ પ્રકાર નથી આવતો.
‘ગુરુદેવ’નું દૃષ્ટાંત લ્યો. ‘સોગાનીજી’ પામ્યા પોતાના ઉપદેશથી પણ આગળ વધી જશે એમ નથી જોતા. પ્રમોદ કરે છે. બાપ હોય એ દીકરો ઘણું ળીને લાવે તો પછી એની ઈર્ષ્યા થાય કે હું તો મારી જિંદગીમાં આટલું રળ્યો પણ નહોતો. આ તો મારા કરતા પણ ઝાઝું રળે છે. રાજી થાય ને ? એમ ગુરુ શિષ્યની કમાણીથી રાજી થાય કે એને ઈર્ષ્યા આવે ? એ તો રાજી થાય કે, વાહ ! આ પણ એક સ્વતંત્ર આત્મા છે. એની શક્તિને ફોરવે છે આ તો. એને પ્રમોદ જ આવે. બીજો પ્રકાર આવે જ નહિ એમ કહેવું છે. યોગ્યતા બહારનો વિષય છે, વસ્તુના સ્વરૂપની બહા૨નો વિષય છે. એવું બનતું જ નથી. એ રીતે ગુણપ્રમોદપણું એ પણ એક વ્યવહારમાં જાય છે. બીજા જીવોના ગુણને એમાં પાત્રતાવાળા જીવોને ખાસ કરીને જ્ઞાની છે એ વધારે આદર કરે છે.
કોઈ જીવ પાત્રતામાં આવતો દેખાય છે ત્યારે એને એમ થાય છે કે પાત્રતા વિના તો પામવાનો નથી. આ જીવ હવે કાંઈક Line માં આવ્યો. ધર્મના નામે બીજું બધું કરતો હતો પણ પાત્રતા નહોતી આવતી. શાસ્ત્રો વાંચે કે બીજી ક્રિયાઓ કરે પણ પાત્રતા ન આવે તો શું કામ લાગે ? પાત્રતા જુદી ચીજ છે. પાત્રતા દેખાય ત્યારે એ વધારેમાં વધારે એને ટેકો આપે છે, આદર કરે છે. અને એ વધારે પાત્રતામાં ઉપર આવે, વધારે ઊંચો આવે અને સામા જીવની પાત્રતા કેળવાય એ જ પ્રકારે એની સાથેનું વલણ અને વર્તન રાખે છે.
એ દૃષ્ટિએ જોઈએ તો ‘કૃપાળુદેવ’ની દૃષ્ટિ એ બાબતમાં ઘણી સૂક્ષ્મ છે અને એટલી બધી યથાર્થ અને યથાયોગ્ય છે કે જે જીવની જેટલી પાત્રતા છે એ જીવની એટલી પાત્રતામાંથી એ વધુ કેમ આગળ આવે. જ્યાં ઊભો છે ત્યાંથી વધુ પાત્ર કેમ થાય ? કેમકે પાત્રતાના ન્યૂનાધિક એવા ઘણા ભેદ છે. કોઈની અધિક પાત્રતા, કોઈની ઓછી પાત્રતા એવા જે ભેદો છે એમાં દરેક ભેદમાંથી એ પાત્રતા વિશેષ પ્રગટે એવું હંમેશા જ્ઞાની વિચારે છે. એવો જ એમનો કુદરતી પ્રકાર હોય છે. તો જ એ એમાંથી સુખી થશે ને ? બધાને સુખી જોવા છે તો એને અનુસરીને એ જ પ્રકાર
જ