________________
પત્રાંક-૬૮૭
૪૬૫
આવે તોપણ પક્ષાપક્ષીમાં ગયા વિના મધ્યસ્થ થઈને વિચારે છે. સમ્યજ્ઞાનની મધ્યસ્થતાનો આ વિષય છે.
પોતાના પરિપૂર્ણ સ્વરૂપને અને પૂર્ણ સુખનો અંત૨માં ભંડાર ભરેલો જોયો હોવાથી અંતરંગ નિઃસ્પૃહતા છે. બહારમાં કોઈ સ્પૃહા દેખાતી નથી. અંતરંગ નિઃસ્પૃહપણું, સ૨ળતા, મધ્યસ્થતા, નિર્ભયતા. શાશ્વત પોતાનું તત્ત્વ હોવાથી અને અવ્યાબાધત્વની પૂર્ણ પ્રતીત હોવાથી, પ્રતીત અધૂરી હોતી નથી, પોતાને કોઈ ભયનું કારણ નથી. હું અવ્યાબાધ શાશ્વત છું. મારા અભેદ કિલ્લામાં કોઈ ભેદીને પ્રવેશ કરી જાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. એટલા માટે જ્ઞાની હંમેશા નિર્ભય જ હોય છે.
નિગ્રંથદશાની ભાવના પણ ચતુર્થ ગુણસ્થાને આવ્યા વિના રહેતી નથી. એ તો પોતે વારંવાર લખે છે કે નિત્ય સ્વરૂપરમણતા જોઈએ. સ્વરૂપસ્થિતિમાં જ રહેવા ઇચ્છતા હોવાથી એવી સ્થિતિ અમને ક્યારે પ્રગટે ? એવી જે નિગ્રંથદશા છે એની ભાવના પણ એમને આવ્યા વિના રહે નહિ. એ વગેરે પ્રકારે અનેક લક્ષણો બીજા પણ એમને ધ્યાનમાં આવે છે, ખ્યાલમાં આવે છે અને સાંગોપાંગ વિશ્વાસ આવે છે કે આ જ્ઞાનીપુરુષ છે. પછી એમનું જે બહુમાન આવે છે એ અપૂર્વ આવે છે. અપૂર્વ બહુમાનને લઈને પોતાનું જે કાંઈપણ હું સમજું છું, હું જાણું છું, હું પણ મુમુક્ષુ છું, હું પણ કાંઈક આગળ વધ્યો છું એ બધું ભૂંસાઈ જાય છે. કેમકે જ્ઞાનીનો જેણે અંતરંગ પુરુષાર્થ જોયો, એની અંતરંગ પરિણતિ સુધી પહોંચીને જેણે અંતરંગ પુરુષાર્થ જોયો એને પોતાની પામરતા સમજાયા વિના રહે નહિ). અને ત્યારે એને પોતાનું હીનપણું ભાસ્યા વિના રહે નહિ.
એટલે નહિ ઓળખાવામાં સૌથી મોટું જે પ્રતિબંધક કારણ છે એ પોતાના ક્ષયોપશમનું જાણપણાનું અહંપણું છે. એ જ્ઞાનીનો પુરુષાર્થ જોઈને ઓગળી જાય છે. કોઈ પ્રચંડ પુરુષાર્થથી, કોઈ પ્રચંડ પુરુષાર્થના પરાક્રમ વિના, રાગ-દ્વેષના નિમિત્તો પ્રાપ્ત હોવા છતાં સમ પરિણામે રહી શકે છે, એ કોઈ સાધારણ વાત નથી. એટલે પોતાનું દીનપણું, પોતાનું હીનપણું એને સ્પષ્ટ ભાસે છે.
આ પણ સંતુલનનો વિષય પણ જ્ઞાનીની દશાનો છે. ગમે તે પડખેથી મુખ્યતા ગમે તે વાતની કરે. આ પ્રતિમાનો Issue ઊભો થાય. જિનપ્રતિમાની સ્થાપનાનો. .. બિલકુલ અરિહંત પ્રતિમાનો નિષેધ કોઈપણ બહાને, કોઈપણ કા૨ણે એવું કોઈ જગતમાં એથી વિશિષ્ટ અથવા પ્રધાન કારણ નથી કે જેના આડે એનો નિષેધ કરી શકાય. એવી વિશ્વમાં કોઈ મહત્વવાળી ચીજ જ નથી. પરમાત્માથી કોની મહત્તા વિશેષ છે ? એ જ્યારે વાત આવે તો કોઈને એમ લાગે કે આ તો પરદ્રવ્યનો