________________
૪૬૬
રાજહૃદય ભાગ-૧૩
આગ્રહ રાખે છે. પરદ્રવ્ય તો રાગનું નિમિત્ત છે. એમ ગમે તે મુખ્યતામાં વર્તતા હોવા છતાં પણ પોતાનું સંતુલન ગુમાવ્યા વિના સ્વરૂપની મુખ્યતામાં જ જ્ઞાની વર્તે છે.
પર્યાયનું દૃષ્ટાંત લઈએ, વેદનની મુખ્યતાનો વિષય, સ્વસંવેદનની મુખ્યતાનો વિષય આવે તોપણ જ્ઞાની સ્વરૂપની મુખ્યતામાં વર્તે છે. શ્રદ્ધા-જ્ઞાનમાં જ્ઞાનની વિશેષતાનો વિષય આવે તોપણ એ શ્રદ્ધાના વિષયભૂત પદાર્થની મુખ્યતામાં જ વર્તે છે. એમ અનેક પડખેથી. ગમે તે મુખ્ય-ગૌણના પડખાં ચાલે તોપણ જ્ઞાની સંતુલન ગુમાવતા નથી. એ વિષય પણ સૂક્ષ્મ છે. અને જ્યારે મુમુક્ષુજીવની નજર પડે છે ત્યારે એને સમજાય છે. ત્યાં સુધી એ વાત પણ એને સમજાતી નથી. એમ એ વિષયની ઘણી ઘણી વાતો છે.
એવા લક્ષણો જ્યારે જોવામાં આવે છે ત્યારે ગમે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં વર્તતા જ્ઞાનીનું જ્ઞાનીપણું ઓળખાય છે અને એક વખત જો એ ઓળખાય ગયું તો એનું ફળ નિર્વાણપદ છે. એવું એનું મહત્ ફળ જાણીને એ વિષયમાં ઓળખાણ થવા અર્થે મુમુક્ષુને ઉત્કૃષ્ટ પાત્રતા કેળવવી ઘટે છે. એ એમાંથી સાર લેવાનો છે. પછી એ લક્ષણો શીખવાની જરૂર નહિ પડે. ઉત્કૃષ્ટ પાત્રતા જો પોતે કેળવી હશે તો એને લક્ષણો યાદ રાખવાની જરૂર નહિ પડે, ધા૨ણા કરવાની જરૂર નહિ પડે, શીખવાની જરૂર નહિ પડે. કેમકે એ પુરુષનું આત્મપણું. ત્રણ બોલ લીધા છે. આત્મપણું, મુક્તપણું અને પરિતોષપણું, જે સ્વરૂપસુખને લઈને અનાકૂળ સુખનું તૃપ્તપણું હોય છે એવું પિરતોષપણું એ ઓળખી શકાય છે, સમજી શકાય છે. એટલે એને એ શીખડાવવાની, ભણવાની એ કોઈ વાત રહેતી નથી.
છેલ્લો Paragraph લઈએ. સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે,...' જુઓ ! કેવા જ્ઞાની હોય છે ? સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે,...' સંયોગમાં વચ્ચે છે, સંયોગની વચ્ચે છે ત્યારે, હોં ! ત્યાગી થયા છે ત્યારે નહિ. અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી...' પોતાપણું થતું નથી. દેહાદિ સંયોગમાં પોતાપણું થતું નથી. એવું અહંપણું, મમપણું, પોતાપણું કોઈ સંયોગો વિષે જેને થતું નથી. અથવા પરિક્ષીણ થઈ ગયું છે;..’ એમ સમજો.
એ ઉપરાંત “અનંતાનુબંધી' પ્રકૃતિથી રહિત...' ચતુર્થ ગુણસ્થાને આવતા અનંતાનુબંધી પ્રકૃતિનો ઉદય રહેતો નથી. “અનંતાનુબંધી” પ્રકૃતિથી રહિત.... ભાવમાં પણ અનંતાનુબંધીનો કષાય નથી. એનો અર્થ એમ છે. ઉદય નથી એટલે અહીંયાં કષાય પણ નથી. એ પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો