________________
પત્રક-૬૮૭.
४६७ હોય.......... માત્ર પ્રારબ્ધના ઉદયના કારણે એ કર્મકૃત છે, સંયોગ છે એ કર્મકૃત છે. જ્ઞાની તો વિષયોના ઉપભોગ કાળે અપ્રયત્નદશાથી વર્તે છે. એ લક્ષણ કાલે લીધું હતું. અપ્રયત્નદશા હોય છે. બીજા જીવોને પ્રયત્નદશા હોય છે. કેમ ? કે એને એમાંથી સુખ લેવું છે. જેને ભ્રાંતિએ કરીને સુખ ભાસ્યું છે એને સુખ લેવાનો પ્રયત્ન છે. જ્ઞાનીએ એ સુખથી રહિત પદાર્થ જોયો છે, સુખ અંતરમાં જોયું છે. પરિપૂર્ણ પાછું. પૂરેપૂરો ભંડાર. એટલે ઉદય કાળે પણ એ અપ્રયત્નદશાથી વર્તે છે. પ્રયત્નદશાથી વર્તતા નથી. કેમકે સુખ છે નહિ. દેખાતું નથી તો લેવાનો પ્રયત્ન ક્યાંથી થાય?
એવા પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય...” અહીં તો એમને પ્રશ્ન ઉઠાવવો છે પાછો. ‘તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય..” અટકાવતો હોય. સામાન્ય મુમુક્ષુ હોય એને તો હજી બાહ્યદૃષ્ટિ છે. અને જ્ઞાનીનો આવો પરિગ્રહ સંયોગાદિ વ્યવહારમાં ઊભેલા જોઈને એને તો ઉપકાર ન થાય. એટલે ઓળખે તો ઉપકાર થાય. ન ઓળખે તો ક્યાંથી ઉપકાર થાય ? એટલે ઉપકાર થવામાં એને વિરુદ્ધ નિમિત્ત પડતું હોય તો. આ તો પોતે કેટલો વિચાર કરે છે. એટલો બધો વિચાર કરે છે, પોતે પ્રવૃત્તિમાં અને વ્યવહારમાં ઊભા છે એટલે કે ઉત્કૃષ્ટ દશાવાળ તો પારખી લે. ઠીક છે, એ તો બહુ કાંઠે આવી ગયેલો જીવ છે એટલે તરી જશે. પણ બીજા જીવોનું શું ? સામાન્ય પાત્રોનું શું ? એને તો અમારી આ પ્રવૃત્તિ અવશ્ય ઉપકાર થવામાં આડી આવશે. નિરોધ થશે એટલે ઉપકાર થવામાં આડી આવશે. એ એવું ઇચ્છતા નથી. કોઈપણ જીવને નુકસાન થાય અને તે પોતાના નિમિત્તે નુકસાન થાય એવું ઇચ્છતા નથી. એ વાત લીધી હતી ને ? પરમકારુણ્યવૃત્તિ. કાલે એ વાત લીધી હતી.
જ્ઞાની પુરુષને એના વ્યવહારિક ભાવોમાં પરમકારુણ્યવૃત્તિ વર્તે છે. આ જગતના સર્વ જીવો અનવકાશપણે એટલે જરાય મોડું થયા વિના, કોઈ સમયનો અવકાશ રહ્યા વિના એટલે અત્યારે જ, બધા જ આત્મિક સુખને પામો, આ માર્ગને પામો, શ્રેયના માર્ગને પામો, કલ્યાણના માર્ગને પામો. એવી પરમકારુણ્યવૃત્તિ સર્વ જીવો પ્રત્યે એકસરખી વર્તે છે. કોઈ જીવ પ્રત્યે ન્યૂનાધિક વૃત્તિ નથી કે આ મને અનુકૂળ વર્તતો નથી, આ મને અનુકૂળ વર્તે છે એ પ્રકાર જ્ઞાનીને ન હોય. એને એવી દૃષ્ટિ નથી.
જોકે ઇષ્ટ-અનિષ્ટપણું, અનુકૂળતા-પ્રતિકૂળતાની નજર જ એની ખલાસ થઈ છે. પણ એના ભાવો જોઈને બાહ્ય દષ્ટિએ કોઈને એમ લાગે કે આ અનુકૂળ છે, આ