________________
પત્રાંક-૬૮૭.
૪૨૫ છે એ વાત છે. પણ ઓલામાં તો ચોખ્ખું લખ્યું છે કે એનું ફળ નિર્વાણપદ છે. એમ કરીને બહુ સ્પષ્ટ લખ્યું છે. ડાબા હાથ બાજુ ઉપરમાં લખેલું છે. અથવા એમ લખે કે, ભાઈ ! જ્ઞાનીને ઓળખે તો એનું નિર્વાણપદ સુલભ હોય. એ તો હમણાં આવી ગયું. જો જ્ઞાનીને બધા ઓળખી શકતા હોય તો નિર્વાણપદપણ સુલભ જહોત. એમ કરીને લીધું છે.
મુમુક્ષુ-કેમ ન હોય?
પૂજ્ય ભાઈશ્રી:- હા. કેમ ન હોય, એમ કરીને. ઓલામાં તો સ્પષ્ટ જ લખ્યું છે કે એનું ફળનિર્વાણ છે.
મુમુક્ષુ:- (પત્રાંક) ૬૭૯ પૂજ્ય ભાઈશ્રી:-૬૭૯હમણાં જ ગયો.
મુમુક્ષુ – જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત.
પૂજ્ય ભાઈશ્રી :- એ વાત લીધી. ઓલામાં તો એમ જ સીધું લીધું છે, નિર્વાણપદનું કારણ એવા જે સત્પરુષ. એમ કરીને લીધું છે. પત્ર પૂરો થતાં એ વાત લખી છે. ચર્ચામાં હમણાં આવી ગયું, ચર્ચામાં આવી ગયું. એ વાત પછી જોઈ લઈશું.
ચાલતા વિષયમાં એ વાત છે કે થોડોક ઉત્તર તો એમણે આપ્યો છે કે પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી એવી વૃત્તિ જોઈ શકે. પ્રવૃત્તિ કરતા હોવા છતાં જેને પ્રવૃત્તિમાં રસ નથી. કોણ સપુરુષ છે, એ એમણે પોતે વ્યાખ્યા બાંધી છે. પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી કે મારે પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રારબ્ધવશાત કરવી પડે છે એ બીજી વાત છે પણ એને રસ નથી. અથવા રોગમાં કોને રસ હોય ? એમણે દાખલો વરનો આપ્યો છે કે જ્યારાદિ ઉત્પન્ન થતાં કોઈને એમાં રસ આવતો નથી. એમ ઉદયભાવમાં આ રાગરૂપી રોગનો ઉદય થયો એમાં કોને રસ હોય? કે એમાં રસ હોય નહિ.
કરવા પ્રત્યે વૃત્તિ નથી. “એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી. પ્રવૃત્તિ કરવી એવું એક ક્ષણ પણ લાગતું નથી. એવો જેનો અભિપ્રાય છે. એક ક્ષણ પણ પ્રવૃત્તિ જોઈતી નથી. એક સમયમાં પૂર્ણ થવાતું હોય તો બીજો સમય જ્ઞાનીને, કોઈ જ્ઞાનીને જોઈતો નથી. આ ગુરુદેવશ્રી' કહેતા. અને પ્રવૃત્તિ કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેમની ઉદાસીનતા છે. આ ત્રણ લક્ષણ તો એમણે જ બાંધ્યા છે. તેવા કોઈ આપ્તપુરુષ. ત્રણ વાત તો પોતે જ લખી છે અહીંયાં ને અહીંયાં જ તે. બાકી તો ચર્ચા આપણે હોય.