________________
૪૫૧
પત્રક-૬૮૭. અદયાભાવે પ્રવત તો થાય, કાં તો ઉપકાર કર્યો હોય એનો અપકાર કરીને પ્રવર્તી તો થાય અને કાં કોઈને ગમે તેટલું નુકસાન થાય મારે શું ? મારે ક્યાં રાગ કરવો છે ? એ તો રાગ કરવો નથી એ તારો વિકલ્પનો રાગ છે, બીજું કાંઈ નથી.
“અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ એટલે એ તો રાખવું જ પડે એમ છે. અને એ કારણથી પણ જો રાગ રાખવામાં આવે તોપણ વિવેક એમ કહે છે કે નહિ વીતરાગ થવાનું છે. તારે તો વીતરાગ થવાનું છે. આટલો રાગ પણ તારે ન જોઈએ. એ રાગ થાય એ રાગનું દુઃખ, રાગનો ક્લેશ લાગ્યા વિના રહે નહિ. તો પછી હવે કરવું શું ? ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ?' આ સમસ્યા ઊભી કરી છે એમણે પોતાના અનુભવ ઉપરથી આ સમસ્યા લખી છે. છતાં પણ એ તો સમસ્યા લખી છે. એ જ્ઞાની તો મોક્ષમાર્ગમાં આગળ વધતા જ જાય છે. મોક્ષમાર્ગમાં એ આગળ નથી વધતા એવું નથી.
મુમુક્ષુ - એ મોક્ષમાર્ગમાં જોર બતાવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- એ એમનું સંતુલન બતાવે છે. એ તો પૂછ્યું છે કે આ અવસ્થાને તમે કાંઈ વિચારી શકો છો ? આવી જે સૂક્ષ્મ ભાવે જે સંતુલનતા વર્તે છે એને કાંઈ સમજી શકો છો? કે વ્યવહારમાં વર્તીએ છીએ, વ્યવહારનો રાગ દેખાય છે છતાં અમને રાગની રક્તિ નથી. રાગની વિરક્તિ છે. રાગનો રસ નથી. વિરક્તિ વર્તે છે. એ વગેરે પ્રકારે નિશ્ચય લક્ષણો પણ ઘણા છે. કેટલાક વ્યવહાર લક્ષણો પણ છે. વ્યવહારલક્ષણો એટલે શું? કે ઉદયમાં વર્તતા હોય.
હવે પહેલી વાત નિશ્ચયની એટલા માટે લીધી છે કે ઉદયને જોવાનું બંધ કરીને જ્ઞાનીને ઓળખવા છે. એના સંયોગો, એના ઉદય, ઉદયભાવને બંધ કરીને એકલું જ્ઞાનીનું જ્ઞાનીપણું જોવાની રીત જેણે સાધ્ય કરી છે અને જ્ઞાનીપણાની જો એને પ્રતીત આવે છે તો પછી એને વ્યવહારની અંદર વર્તતા જ્ઞાનીના કેટલાક લક્ષણો સમજાય છે. એ કોઈપણ વ્યવહારમાં વર્તતા હોય તો એની વ્યવહારિક સરળતા, નિશ્ચય સરળતા પ્રગટ થયેલી હોવાથી વ્યવહારિક સરળતા પણ ઘણી હોય છે.
સરળપણું એ મુમુક્ષુતાનો પણ ગુણ છે. બધા ગુણોમાં એ એક સારો ગુણ છે, બહુ વધારે સારો ગુણ છે. અને જ્ઞાની તો એ મુમુક્ષપણાથી આગળ વધીને જે દશાને પામ્યા છે એમાં તો સરળતા હોય, હોય ને હોય જ. એ સરળતા, મધ્યસ્થતા એ વગેરે પ્રકાર લીધા છે. સરળતા, મધ્યસ્થતા, નિર્માતા, નિસ્પૃહતા. ચાર બોલ લીધા હતા.