________________
૪૫૦
રાજહૃદય ભાગ-૧૩ આ વિષય તો ઘણો સૂક્ષ્મ છે. જે વાત ચાલતી હોય એ વાતને જ્યારે પોતે કહે ત્યારે એટલું બધું એ વિષય ઉપર જોર દેખાય તોપણ વસ્તુના સ્વરૂપજ્ઞાનનું ઉલ્લંઘન કરીને કયારે પણ એ કહેતા નથી. પછી એ શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય ચાલતો હોય, પુરુષાર્થ અને ભાવનાનો વિષય ચાલતો હોય. દ્રવ્ય અને પર્યાયનો વિષય ચાલતો હોય. આપણે આમાં “તત્ત્વાનુશીલનમાં સંતુલનના દસ ભેદ લીધા છે. એ સંતુલન ક્યારેય ગુમાવતા નથી. નિશ્ચયના વિષયમાં કે વ્યવહારના વિષયમાં પણ પોતાની સમતુલા ગુમાવ્યા વિના મોક્ષમાર્ગમાં ચાલ્યા જાય છે. હમણાં જ આપણે એક પત્ર આવી ગયો. ચર્ચામાં આવ્યો ને એ પત્ર ? ૩૬૬. લ્યોને. ૩૬૬ આવ્યો ને ? પ૬૬ આવ્યો. સર્વસંગપરિત્યાગ કર્યા વિના રાગ પણ આવે અને વીતરાગતા પણ કેળવવી, બે વાત કેવી રીતે બને અમારે ? આ બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે.
મુમુક્ષુ - ભયંકર વ્રત છે. પૂજ્ય ભાઈશ્રી - ભયંકર વ્રત છે. પત્રાંક) ૫૬૬. નીચે.
સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી.” એટલે રાગ અને દ્વેષથી. અહીંયાં પ્રેમ એટલે રાગ લેવો. પ્રેમથી વિરક્ત થયા વિના ષથી છુટય નહીં.... કેમકે એક સિક્કાની બે બાજુ છે. જે વિષય ઉપર રાગ છે એના પ્રતિપક્ષભૂત વિષય ઉપર દ્વેષ આવ્યા વિના રહે જ નહિ. “અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના....” શું કહેવું છે ? રાગમાં રસ નથી અને બહારમાં ઉદયમાં સર્વસંગથી વિરક્તપણું નથી એટલે છૂટા નથી થયા. પ્રારબ્ધોદયમાં સંગ વર્તે છે અને અંદરમાં રાગનો રસ ઊડી ગયો છે. રાગથી વિરક્ત થાય અને સર્વસંગથી વિરક્તપણું ન થયું હોય અને વ્યવહારમાં વર્તવું થાય અને અપ્રેમ દશા રાખવી. અપ્રેમ એટલે અહીંયાં દ્વેષદશા નહિ પણ ઉદાસીન દશા રાખવી, જ્ઞાતાપણું રાખવું. માત્ર જ્ઞાતાપણું રાખવું. વ્યવહારમાં વર્તવું અને જ્ઞાતાભાવે વર્તવું-આ ભયંકર વ્રત છે, આ કઠણ વાત છે. “ધાર તલવારની સોહ્યલી દોહ્યલી ચૌદમા જિનતણી ચરણસેવા.” એ વાત છે.
હવે કહે છે કે જો કેવળ રાગનો ત્યાગ કરવામાં આવે. રસ વગરનો રાગ છે. રાગ કેવો છે ? રાગ છે, રાગ વગર તો વ્યવહાર નહિ થાય. પણ વિરક્તપણે રાગ છે. રાગમાં રસ નથી, રક્તિ નથી. કેવળ રાગનો જો ત્યાગ કરવામાં આવે અને પાછો વ્યવહારમાં પ્રવર્તાય તો પછી કેવી રીતે પ્રવર્તાય ? બની શકે જ નહિ. કાં તો