________________
પત્રક-૬૮૭
૪૫૩
સરખાયની ભાષા આવે. જે ક્ષત્રિય પુત્રે જગતકર્તાને એટલે ઈશ્વરને ધડમૂળથી ઉડાડ્યો કે જગતમાં કાંઈ એવું છે જ નહિ. આ લોકોની કલ્પનામાત્ર છે. જગતમાં કોઈ એવો ઈશ્વરકર્તા છે નહિ. એવા નામબાળક પુત્રને એ સૃષ્ટિમાં એણે ઉત્પન્ન શું કરવા કર્યો? કેમકે જગતને ઉત્પન્ન કર્યું તો ભગવાન મહાવીરને એણે ઉત્પન્ન કર્યા એમ નક્કી થાય. તો આવા નામબાળક પુત્રને એ શું કરવા ઉત્પન્ન કરે ? કોઈ કરે ખરું? આ સાબિત કરે છે કે જગતકર્તા કોઈ ઈશ્વર નથી. ઈશ્વરકતવાદી ઉપર બહુ સજ્જડ દલીલ આપી છે.
કહેવાનો મતલબ એ છે કે, અંતરમાં પોતાનું પરિપૂર્ણ ગુણોથી સંપન્ન જે સ્વરૂપ છે એ સ્વરૂપને કારણે કોઈની સ્પૃહા જ્ઞાનીને રહેતી નથી. મને આમ હોય તો ઠીક અને મને આમ હોય તો ઠીક, એ વાત જ્ઞાનીને નથી. ઈષ્ટ-અનિષ્ટપણું અભિપ્રાયમાંથી (નાશ થઈ ગયું છે. કોઈ ચીજ મને ઇષ્ટ નથી, કોઈ ચીજ મને અનિષ્ટ નથી. એ પ્રકારે જે અંતરંગ નિઃસ્પૃહતા છે એ જ્ઞાનીની લોકોત્તર નિઃસ્પૃહતા છે. લૌકિક નિઃસૃતા નથી પણ લોકોત્તર છે. લૌકિકમાં પણ કોઈ નિસ્પૃહ માણસો હોય છે. પણ આ લોકોત્તર નિઃસ્પૃહતા છે.
એવી જ લોકોત્તર નિર્ભયતા પણ જ્ઞાનીને છે. એક બોલમાં નિર્ભયતા લીધી છે. નિર્ભયતા એટલે કે પોતાનું શાશ્વત સ્વરૂપ છે અને અવ્યાબાધ સ્વરૂપ છે. નિર્ભય થવામાં આ બે મુદ્દા છે. પોતાના સ્વરૂપમાં રહેલું જે અવ્યાબાધત્વપણું મને કોઈ બાધા પહોંચાડી શકે નહિ. મારા સ્વરૂપના અભેદ કિલ્લામાં, અભેદ્ય. ભેદી ના શકાય એવો. દવાને યોગ્ય નથી. અભેદ્ય કિલ્લામાં હું અભેદભાવે રહ્યો છું. મારા અભેદ્ય કિલ્લાને ભેદીને કોઈ મને બાધા કરી શકે એવું નથી. અને એવો હું શાશ્વત છું. ક્યારેય મારો નાશ થાય એવો નથી. બાધા ન થાય તો નાશ તો થાય જ ક્યાંથી ? એવા પોતાના સ્વરૂપના ભાનમાં અને અવલંબનને લઈને જ્ઞાની નિર્ભય છે. નિર્ભય છે તે નિઃસંગ છે. એટલે એ નિઃસંગપણે રહી શકે છે. નહિતર જંગલમાં એકલા રહેવું એ મુનિઓને ક્યાંથી બને ? નિઃસ્પૃહમાંથી, નિઃસંગતામાંથી એ નિર્ભયતા આવેલી છે.
એ સિવાય વ્યવહાર ભાવોને જો વિચારવામાં આવે તો જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ, આત્મકલ્યાણ થાવ, આત્માના સુખને બધા જ જીવો પામો, એવી એક પરમ કારુણ્યવૃત્તિ જ્ઞાનીને જ્ઞાનદશામાં જીવંતપણે હોય છે. પરમ કારુણ્યવૃત્તિ એટલા માટે લીધી કે કોઈ જીવને બાકી નથી રાખતા. આ મિત્ર છે અને આ શત્રુ છે