________________
પત્રાંક-૬૮૭
૪૩૫ જ્ઞાનદશા વ્યક્ત થઈ એ ભાવો વાંચ્યા. ખરેખર તો એમણે શબ્દો નથી વાંચ્યા પણ એમના ભાવો વાંચ્યા. એમનો અંતર્મુખી પુરુષાર્થ જોયો. અંતર્મુખી પુરુષાર્થ જોયો નહિ પુરુષાર્થની તારતમ્યતા પણ જોઈ અને એ તારતમ્યતાથી એમ કહ્યું કે અત્યારે દેવલોકમાં ગયા છે, નીકળીને ઝપટ કરશે. બીજા ભવમાં સીધો નિર્વાણ લેશે. એક ભવ આડો છે. એકાવનારી છે. ભવિષ્યમાં તો અમે વંદન કરશું. અમારી દીક્ષા વખતે તીર્થંકરના ભવમાં “નમઃ સિદ્ધેભ્યઃ (એવો ઉચ્ચાર કરશું, ત્યારે તો એને અમારા નમસ્કાર પહોંચશે. તો એ પણ જ્ઞાનમાં આવ્યું એટલું કહ્યું. વાત દબાવી નહિ કે જે મારો શિષ્ય છે અને હું નમસ્કારની વાત કયાં કરું ? એવી રીતે વાત દબાવી નથી.
એ ઉપરથી બે વાત નીકળે છે કે એક તો એમની મધ્યસ્થતા કેટલી ? કે જેટલું જ્ઞાનમાં આવે એટલું કહેવું. ન તો ઓછું કહેવું, ન તો વધારે કહેવું. આમ કહેવાથી કોને શું લાગશે ? એ વિષય રાજનિતીજ્ઞનો છે. રાજનિતીવાળા એવું જોવે કે આમ બોલશે તો ઓલાને આમ લાગશે, ઓલાને આમ લાગશે. વળી જો આમ બોલશું તો ઓલાને આમ લાગશે, ઓલાને આમ લાગશે. હવે જેને જેમ લાગવું હોય. જે જ્ઞાનમાં આવ્યું તે જ પ્રસિદ્ધ કરવું એ સરળતાનું લક્ષણ છે. જ્ઞાનમાં કાંઈક આવે અને પ્રસિદ્ધ કાંઈક કરવું તે અસરળતાનું લક્ષણ છે. જ્ઞાનીપુરુષ એવું કરતા નથી. એમની સરળતા, મધ્યસ્થતા અને નિમનતા. ત્રણ વાત ત્યાંથી પ્રસિદ્ધ થાય છે.
કેટલી વિનમ્રતા છે ! કેટલી નિર્માતા છે ! કે માન-અપમાનના પ્રકારને જાણે પી ગયા છે. માન-અપમાનનો વિકલ્પ એ વખતે આવ્યો નથી કે આમાં એનું માન વધી જશે અને મારું માન ઘટી જશે. હું એને વંદન કરીશ, એવી વાત કરીશ તો. એવો વિકલ્પ જ્ઞાનીને હોય નહિ, એવો વિકલ્પ આવે જ નહિ. સરળતા અને મધ્યસ્થતાને વશ એવો વિકલ્પ જ ન આવે. એવી મધ્યસ્થતા, સરળતા હોય..
» અંતરંગ નિસ્પૃહતા. એટલે શું ? કે બહારમાં નિસ્પૃહ છું એવું દેખાય, ન દેખાય એની સાથે એમને સંબંધ નથી. પણ પોતે અંતરંગથી જ નિસ્પૃહ છે. કેમકે જેને પોતાનું પરિપૂર્ણ આત્મસ્વરૂપ જોયું અને પૂર્ણતામાં બીજી કોઈ જરૂરિયાત ખરી ? અને જરૂરિયાત હોય તો એને પૂર્ણતા ભાસી છે એ વાત રહે છે ખરી? કે એ વાત નથી રહેતી. જ્ઞાનીને વૈરાગ્ય પણ એટલા માટે છે કે પૂર્ણતામાં બીજું કાંઈ સમાય એવું નથી માટે કોઈ ચીજની અપેક્ષા નથી. અપેક્ષા નથી માટે સ્પૃહા નથી. આવા અંતરંગ જે નિસ્પૃહ હોય છે એ નિસ્પૃહતા પણ આવા પ્રસંગે બહાર આવી