________________
૪૦
રાજહૃદય ભાગ-૧૩ બાહરિ ન બહૈગી...” હવે બહારમાં વહેશે નહિ. એનું વહેણ બહારમાં નહિ આવે. કબહું કદાપિ અપની સુભાવ ત્યાગ કરિ... પોતાના વીતરાગસ્વભાવને, ચૈતન્યસ્વભાવનો ક્યારે પણ ત્યાગ કરીને રાગરસમાં રાચીને કયારે પણ પરવસ્તુને ગ્રહણ કરશે નહિ. “અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયી... પોતાનું સ્વરૂપ અમલાન છે, જ્ઞાનસ્વરૂપ છે, અત્યારે હાજરાહજુર પ્રગટ થઈ ગયેલું છે. પાહિ ભાંતિ આગમ અનંતકાલ રહેગી.” હવે આગમ એમ કહે છે કે એ અનંત કાળ સુધી આમ જ રહેવાનો છે. હવે આ ભાન ખોઈને ક્યારે પણ સંસારમાં પરિભ્રમણ કરશે નહિ. આ છેલ્લે ખાટલે પડ્યા છે અને આ અનુભવઉત્સાહદશા અને અનુભવજાગૃતદશાના બે પદ લખ્યા છે. છેલ્લે છેલ્લે.
એવી અનુભવની ઉત્સાહિત દશા એ જ્ઞાનીની વાણીમાં આવે ત્યારે એ જ્ઞાની ભલે ભૂતકાળમાં થઈ ગયા હોય તોપણ જ્ઞાની ઓળખી લે. “ગુરુદેવે’ સોગાનીજી'ને કોઈ ભૂતકાળમાં ચાલ્યા ગયા પછી ઓળખ્યા. કેમકે વિદ્યમાન હતા ત્યારે વાતચીતનો પ્રસંગ ન બન્યો, તત્ત્વચર્ચાનો પ્રસંગ પણ ન બન્યો. પણ એમની વાણી રહી ગઈ, મુખવાણી રહી ગઈ. પત્રો છે એ તો એમની મુખવાણી કહેવાય. ચર્ચા છે એ કોઈએ ઝીલેલી છે. પણ પત્રો છે એ તો મુખવાણી રહી જાય તો આ જ્ઞાની ભલેને ત્રણ વર્ષ પહેલાના હોય કે ચારસો વર્ષ પહેલાના “બનારસીદાસ' હોય કે બે હજાર વર્ષ પહેલાના હોય. જ્ઞાની પુરુષ ઓળખે છે.
શ્રીમદ્જીએ ન કહ્યું? કે “કુંદકુંદાચાર્ય તો આત્મસ્વરૂપમાં ઘણા સ્થિત હતા. એટલે તારતમ્યતા પકડી છે. આત્મસ્થિરતામાં હતા નહિ પણ અત્યંત સ્થિર હતા. એમનું જ્ઞાન સ્વભાવની સ્થિરતા સુધી પહોંચી ગયું છે. એ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાનીપુરુષ હોય તો ભૂતકાળના જ્ઞાની છે એમ એ જ્ઞાની કેટલી હદે આગળ વધ્યા છે એ પણ એની વાણી ઉપરથી પકડી લે. તારતમ્યતા પણ ગ્રહણ કરી લે. એવી એમની પ્રજ્ઞાની અંદર સામર્થ્ય છે. નિર્મળપ્રજ્ઞા છે. સામર્થ્ય છે એટલે એ જાતની નિર્મળતા છે.
મુમુક્ષ:- “સોગાનીજી'ની...
પૂજ્ય ભાઈશ્રી – હા. (‘ગુરુદેવશ્રી') એ તો એમ કહ્યું, બહુ ગંભીરતાથી વાત કરી હતી. જુઓ ! આ અંદરમાંથી આવેલી વાત છે. એમ કરીને શરૂઆત કરી હતી. પહેલું વચન આ હતું. સીધી વાત થઈ છે ને એટલે. સાંભળી વાત નથી. સીધી જ વાત છે. હાથ પકડીને વાત કરી છે. ચાલતા હતા. બાવડું પકડ્યું. અહીંથી