________________
૪૬
રાજહૃદય ભાગ-૧૩ આવિર્ભાવ પામે છે. બનારસીદાસજી ઉપરાંત ગુરુદેવનું તો પ્રગટ દૃષ્ઠત છે. એ તો પ્રત્યેક વ્યાખ્યાન જ ત્યાંથી શરૂ કરતા હતા. આ (આત્મા) છે. આત્મા કહેતા તો એકદમ રસવિભોર થતા હોય. આ આત્મા છે, જ્ઞાનાનંદ છે, નિત્યાનંદ છે, નિર્મળાનંદ છે, ચિદાનંદ છે. એમ આનંદના શબ્દો સાથે સાથે કેટલાક તો વિશેષણો ચાલ્યા જાય. એ સ્થાપે કે આવો આત્મા છે. પછી માનો કે બંધ અધિકાર હોય તો એવા આત્માનું ભાન ભૂલે છે, એ જીવ રાગમાં પ્રતિબદ્ધ થાય છે, રાગના વિષયમાં પ્રતિબદ્ધ થાય છે. એમ કરીને પછી બંધતત્ત્વનો વિષય ચાલે. બંધનો અધિકાર હોય તો પહેલા અબંધ સ્વભાવને સ્થાપે. અરે! કોઈપણ અધિકાર ચાલતો હોય. ગુરુદેવની એ એક વિશિષ્ટ શૈલી હતી. એ પ્રકાર પણ અનુભવઉત્સાહદશાનો આવે છે.
જ્ઞાનીઓને એક તૃપ્તિ વર્તતી હોય છે. તૃપ્તિ. પોતાના સ્વરૂપની શાંતિ અને આનંદ, નિરાકુળ સુખ અનુભવમાં આવેલું હોવાથી અને પોતે જ અભેદસ્વરૂપે હોવાથી તેની તૃપ્તિ વર્તે છે). બીજા સુખમાં તૃપ્તિ નથી થતી. ઇન્દ્રિયોના સુખમાં તૃપ્તિ નથી થતી એનું કારણ કે જે ઇન્દ્રિયનો વિષય છે એ ભિન્ન છે અને વિષયી આત્મા ભિન્ન છે. બેય ક્યારેય મળતા નથી, એક થતા નથી. બંનેનું મળવું થઈ શકતું નહિ હોવાથી, મળવાનો ભાવ નિષ્ફળ જવાથી અતૃપ્ત દશા રહે છે. કોઈ જીવને કયારેય ગમે તેટલા ઇન્દ્રિય વિષયો પ્રાપ્ત થવા છતાં કોઈને તૃપ્તિ થઈ નથી, થતી નથી કે ત્રણ કાળ, ત્રણ લોકમાં થવાની નથી. જ્યારે આત્મિક સુખ એક એવી ચીજ છે કે જેની અંદર એક તૃપ્તિનો ભાવ વર્તે છે. એને “શ્રીમદ્જીએ એક પત્રમાં પરિતોષપણું કહ્યું છે. પરિતોષ એટલે સમ્યફ પ્રકારે ચારે બાજુથી એને તૃપ્તિ વર્તે છે. વ્યવહારના પ્રસંગમાં ઉદાસીનતા આવવાનું કારણ એ છે કે તૃપ્તિ વર્તે છે. પોતાના પૂર્ણ શાંતિથી અને પૂર્ણ સુખથી ભરેલા તત્ત્વને લઈને બીજા સુખની અપેક્ષા ગઈ છે અથવા કહેવાતા બીજા સુખની ઉપેક્ષા વર્તે છે. એનું કારણ પરિતૃપ્તપણું છે.
એક જ પરિણામના બે પડખાં છે. નિશ્ચયથી એનું પરિતોષપણું છે, સંતોષપણું છે. પરિતોષને સાદિ ભાષામાં, ચાલતી ભાષામાં સંતોષ આપણે કહીએ છીએ. સાહિત્યની પરિભાષામાં એને પરિતોષપણું કહે છે. તોષ શબ્દ એક જ છે. તુષ્ટ થવું એના ઉપરથી આવે છે ને? તુષ્ટ થવું. મા રુષ, મા તુષ. તું રાગ પણ ન કર અને ષ પણ ન કર. રુષ એટલે દ્વેષ કરવો, રિસાઈ જવું. તુષ એટલે રાગી થઈને. સારું