________________
૪૩૬
રાજહૃદય ભાગ-૧૩ જાય છે.
અથવા કદીપણ કોઈની સ્પૃહાથી વર્તતા જ્ઞાની મધ્યસ્થતા ખોઈને પક્ષ કરતા નથી. એવી પક્ષાપક્ષીમાં સ્પૃહાવાળા જીવો પડે છે, નિસ્પૃહતા હોય એને એ કાંઈ હોતું નથી. એ તો વસ્તુ જેમ છે તેમ જાણે છે, તેમ જ કહે છે, તેમ જ વર્તે છે. તે સિવાય બીજો પ્રકાર જ્ઞાનીને વિષે હોતો નથી. એવા અનેક પ્રસંગોથી વલણ, વર્તન એ આદિ અનુભવ પ્રસંગોથી આવી બધી વિલક્ષણતાઓ જ્ઞાનીની ઓળખી શકાય છે, સમજી શકાય છે, જો મુમુક્ષતા ઉત્કૃષ્ટ હોય તો. એ વાત તો બધે અપેક્ષિત જ છે.
એ સિવાય. હવે ઉદયનો વિષય લઈએ. કે ઉદયનો વિષય જોવાની આંખ બંધ કરી દીધી છે કે મારે ઉદયને જોવો નથી. પણ જ્યારે જ્ઞાની છે એમ લાગવા માંડે છે તો ઉદયની અંદર તપાસવા જેવી કોઈ વાત હોય તો એક છે ખરી કે જે વાત એમણે અહીંયાં જ લખી છે. પ્રવૃત્તિ કરવાની એમની વૃત્તિ નથી. એટલે વૃત્તિ છે કે નહિ એ જોઈ લે છે. ભલે ઇચ્છકપુરુષની જેમ પ્રવૃત્તિ કરે છે તોપણ પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી. અરે...! એક ક્ષણ પણ જેને એ પ્રવૃત્તિ કરવા જેવી છે એમ ભાસતું નથી, એવો જેનો અભિપ્રાય નથી. એક ક્ષણ સંસારમાં રહેવા એ ઇચ્છતા નથી. અને પ્રવૃત્તિ કરતાં જે ફળ ઉત્પન્ન થયું-પૈસા કમાણા, વેપાર-ધંધો કરતા પૈસા કમાણા, એના પ્રત્યે જેની અપેક્ષાવૃત્તિ નથી પણ ઉદાસીનવૃત્તિ છે. એ એમણે ત્રણ વાત લીધી છે. આ જ પત્રમાં જ્ઞાનદશાની વાત લીધી છે.
એવા કોઈ આપ્તપુરુષ. એ આખપુરુષનું જ વર્ણન કર્યું છે એમણે જ્ઞાનીપુરુષનું જ વર્ણન કર્યું છે કે જ્ઞાની તો આવા હોય. આ પ્રકારની એક વિલક્ષણતા ઉદયને અનુલક્ષીને જ્ઞાની પુરુષમાં જોવા મળે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને એ પણ જોવા મળે છે કે પ્રવૃત્તિ તો કરે છે પણ પ્રવૃત્તિ કરવી છે અને કરે છે એમ નહિ. આને કરવી પડે છે માટે કરે છે. છૂટવું. છૂટવું... થઈ રહ્યું છે. અંતરથી છૂટવું છે અને છુટવાની પૂરી તૈયારી છે પણ બાહ્ય કારણો એને રોકે છે. તેથી પરાણે-પરાણે વેઠની જેમ કરે છે. એનું અનુકૂળ ફળ આવે કે પ્રતિકૂળ ફળ આવે એના પ્રત્યે એ ઉદાસીન છે. એવી જેની ઉદયમાં ઉદાસીનતા છે અને એ ઉદાસીનતાને જોવા માટે વધારે કોઈ ઝીણી નજર હોય તો એ રીતે પણ જોઈ શકાય છે કે સાવધાની કેટલી છે ?
જે આત્મા સ્વરૂપમાં સાવધાન વર્તે છે એ આત્મા સંયોગમાં અને વ્યવહારમાં